SURAT POLICEની સતર્કતાથી યુવકનો જીવ બચ્યો, કમિશ્રર દ્વારા કરવામાં આવ્યું સ્વાગત

સુરતમાં (SURAT) પોલીસની સતર્કતાને લઈને આજે યુવકનો જીવ બચી ગયો છે. સુરતમાં પુણા પોલીસની (PUNA POLICE)  ટીમે માત્ર 6 મિનિટમાં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો છે.

SURAT POLICEની સતર્કતાથી યુવકનો જીવ બચ્યો, કમિશ્રર દ્વારા કરવામાં આવ્યું સ્વાગત
સુરત પોલીસની સતર્કતાથી એક યુવકનો બચ્યો જીવ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 4:14 PM

સુરતમાં (SURAT) પોલીસની સતર્કતાને લઈને આજે યુવકનો જીવ બચી ગયો છે. સુરતમાં પુણા પોલીસની (PUNA POLICE) ટીમે માત્ર 6 મિનિટમાં પહોંચી આપઘાત કરવા જતાં એક યુવકને બચાવી લીધો છે.

સુરતના સારોલી રોડ ખાતે આવેલી એસ.એમ.ટી.એમ (SMTM)માર્કેટમાં આ ઘટના બની હતી. એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળે એક યુવક દુકાન બંધ કરવા બાબતે ઝઘડો કરે છે. કંટ્રોલ રૂમમાંથી ફોન મળતા જ પીસીઆર 24માં કામ કરતા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ વાલાભાઈ અને કાનાભાઈ વાજાભાઈ માત્ર 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, કાપડ વેપારી પૈસા ન આપતા એક વ્યક્તિ હાથમાં કાતર લઈ આપઘાતની કોશિશ કરી રહ્યો છે. જેથી મહિલા પીએસઆઈ અને તેની ટિમ તાત્કાલિક લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચી ગયી હતી. બાદમાં યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી તેનો જીવ બચાવી લીધો હતો. આ બાબતે સુરત પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ માં આખી ટિમનું સન્માન કર્યું હતું.

આપઘાત કરવા જતાં યુવકનું નામ 46 વર્ષીય મહેન્દ્ર પાંડુરંગભાઈ ઉતિગર હોવાનું અને તે ભટર ખાતે આવેલી સાઈનગર સોસાયટીમાં રહેતો જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે એસ.એમ.ટી.એમ માં બેસ્ટ વન ક્રિએશનના માલિક રજનીભાઈ વસોયા પાસેથી તેને કાપડના બાકી નીકળતા નાણાં લેવાના હતા. તે નાણાં વેપારી આપતો ન હતો. અવાર નવાર ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ જ કરતો હતો. જેથી આખરે કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને પુણા પોલીસ મથકે લઈ ગયી હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: BIRTHDAY SPECIAL: આખરે એવું તે શું કારણ છે કે NETAJIના મોતનું રહસ્ય હજુ સુધી જાણી શકાયું નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">