Ahmedabad : રેલવે યાર્ડમાં લૂંટનો ભેદ ઉકેલાયો, તલવાર સહિત હથિયારો સાથે આવેલા આરોપીઓએ મચાવી હતી લૂંટ, 4ની ધરપકડ

|

Oct 19, 2024 | 12:08 PM

અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી.

Ahmedabad : રેલવે યાર્ડમાં લૂંટનો ભેદ ઉકેલાયો, તલવાર સહિત હથિયારો સાથે આવેલા આરોપીઓએ મચાવી હતી લૂંટ, 4ની ધરપકડ
Ahmedabad

Follow us on

થોડા દિવસ પહેલા થયેલા લાખો રૂપિયાના પાર્સલની લૂંટનો ભેદ ઉકેલાયો છે.અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પાર્સલ સહિત 29 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી

જાહેર રસ્તા પર તલવારો અને ઘાતક હથિયારો સાથે નીકળેલા આ ઈસમો જાણે કે અમદાવાદમાં આતંક મચાવ્યો હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં પોતાનો ખોફ જમાવવા ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. આ ગેંગ દ્વારા જ તાજેતરમાં અમદાવાદના રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ વિભાગમાં તલવારો અને અન્ય તીક્ષણ હથિયારો સાથે ભઈનો માહોલ ઉભો કરી લાખો રૂપિયાના પાર્સલોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા સીસીટીવી તેમજ અન્ય માહિતીઓને આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

રેલવે પોલીસની ગિરફતમાં રહેલા આસિફ ગાંડી ઉર્ફે આમિરખાન, અયુબ કુરેશી, સિકંદર ઉર્ફે જગો શેખ અને આમિરખાન ઉર્ફે બાબાની લૂંટ અને ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ ગોડાઉનમાં ધાડ કરીને અતુલ શક્તિ ટેમ્પો તેમજ તેમાં રાખેલા ગારમેન્ટના 8 પાર્સલ, બોલેરો પિકઅપ ગાડી અને આઈસર ટ્રક તેમજ તેમાં લોડ કરેલા ઇમિટેશન જવેલરીના પાર્સલ સહિત 29 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ ગેંગ ઘાતક હથિયારો વડે લૂંટ અને ધાડ કરતા હતા.

તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !
આજનું રાશિફળ તારીખ : 19-10-2024
અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ

શું છે આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. આ આરોપીઓના હથિયારો સાથેના સોસીયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા છે. જેમને વીડિયો બનાવીને આંતક મચાવ્યો છે.

આ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી આસિફ ગાંડી વિરુદ્ધ 28 ગુના નોંધાયા છે અને 5 વખત પાસા કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી અયુબ કુરેશી વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. આરોપી સિકંદર વિરુદ્ધ 3 ગુના અને આમિર ઉર્ફે બાબા વિરુદ્ધ 5 ગુના નોંધાયા છે.

સમગ્ર કેસમાં પોલીસે લૂટ થયેલા પાર્સલ તેમજ વાહનો રિકવર કર્યા છે તેમજ ઘટનાંને અંજામ આપવા વપરાયેલા મોપેડ, તલવાર સહિતની વસ્તુઓ પણ કબ્જે કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપી સલમાન ક્રેકની શોધખોળ હાથ ધરી છે.

Next Article