GANDHINAGAR : છેલ્લી ઘડીએ બંધ રહ્યો રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ, જાણો શું છે કારણ

|

Sep 15, 2021 | 4:40 PM

New Cabinet of Gujarat : રાજ્યના નવા પ્રધાનમંડળના શપથગ્રહણ સમારોહ માટે લગાડવામાં આવેલા બેનરો ટપોટપ ઉતારી લેવામાં આવ્યાં.

GANDHINAGAR : છેલ્લી ઘડીએ બંધ રહ્યો રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ, જાણો શું છે કારણ
The swearing in ceremony of the new cabinet of Gujarat is Postponed Find out what the reason

Follow us on

GANDHINAGAR : ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)રાજ્યના 17માં મુખ્યપ્રધાન બન્યા બાદ સૌ કોઈની નજર નવા પ્રધાનમંડળ પર હતી. નવા પ્રધાનમંડળ અંગે અનેક ચર્ચો થઇ રહી હતી. કોનો સમાવેશ થશે, કોની બાદબાકી થશે, કોને રીપીટ નહી કરવામાં આવે વગેરે વગેરે. આ બધા જ સવાલોના સચોટ જવાબ નવા પ્રધાનમંડળ
(New Cabinet of Gujarat)ના શપથગ્રહણ સમારોહમાંથી મળવાના હતા. આ શપથગ્રહણ સમારોહથી અનેક અટકળોનો અંત આવી જવાનો હતો. જો કે આખરી ક્ષણોએ રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ બંધ રહ્યો. આવો જાણીએ શું હોઈ શકે છે આ પાછળનું કારણ.

આજે યોજવાનો હતો શપથગ્રહણ સમારોહ
રાજ્યના નવા પ્રધાનમંડળ (New Cabinet of Gujarat)નો શપથગ્રહણ સમારોહ આજે 15 સપ્ટેમ્બરે 4 વાગ્યા આસપાસ યોજવાનો હતો. આ માટે નવા પ્રધાનોના નામ નક્કી કરી લેવામાં આવ્યાં હતા. ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનાની જવાબદારી રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી હતી. ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી હતી. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સાથે જ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકો બાદ નવા પ્રધાનમંડળના સંભવિત નામો લગભગ નક્કી કરી લેવામાં આવ્યાં હતા અને શપથગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)મુખ્યપ્રધાન બન્યા બાદ સૌ કોઈની નજર નવા પ્રધાનમંડળ પર હતી. સૌ કોઈ એ જાણવા આતુર છે કે કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે. રાજ્યના નવા શપથગ્રહણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ હતી. તેવામાં સમાચાર આવ્યાં કે નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ બંધ રહ્યો. નવા પ્રધાનમંડળના શપથગ્રહણ સમારોહ માટે લગાડવામાં આવેલા બેનરો ટપોટપ ઉતારી લેવામાં આવ્યાં.સૌ કોઈ જાણવા ઈચ્છી રહ્યું છે કે આખરે કેમ છેલ્લી ઘડીએ નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ ટાળવામાં આવ્યો ?

ભાજપની નો રીપીટ થીયરીથી સીટીંગ પ્રધાનો નારાજ
નવા પ્રધાનમંડળ (New Cabinet of Gujarat)ના નામો લગભગ નક્કી કરી લેવામાં આવ્યાં હતા અને સૂત્રો પાસેથી મળેલી જાણકારી મૂજબ ભાજપે નવા પ્રધાનમંડળમાં નો રીપીટ થીયરી અંતર્ગત રૂપાણી કેબીનેટના સીનીયર મંત્રીઓ સહીત ઘણા પ્રધાનોના નામ કાપી નાખ્યા હતા, જેની જાણ આ પ્રધાનોને થતા કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના પ્રધાનોમાં રોષ જોવા મળ્યો હતો. જેને કારણે ગુજરાતના રાજકારણમાં કઈ પણ નવા જૂની થવાની પૂરી શક્યતા હતી. સૂત્રોના જણાવ્યા મૂજબ આવું કાઈ ન થાય અને બધું થાળે પાડવા માટે અને નારાજ પ્રધાનોને વિશ્વાસમાં લેવા માટે નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ બંધ રાખવામાં આવ્યો છે.

ચાર નારાજ પૂર્વ પ્રધાનો રૂપાણીને મળવા પહોચ્યા
અ દરમિયાન સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી છે કે નવા પ્રધાનમંડળમાં પોતાનો સમાવેશ થયો ન હોવાનું જાણવા મળતા રાજ્યના ચાર પૂર્વપ્રધાનો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા પહોચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હૈયાવરાળ ઠાલવી હતી. મળતી માહિતી મુજબ ઈશ્વર પટેલ, યોગેશ પટેલ, ઈશ્વર પરમાર અને બચુભાઈ ખાચડ પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીને નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા, જેને લઇને અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યાં છે.

16 સપ્ટેમ્બરે યોજાશે શપથગ્રહણ સમારોહ
આજે યોજવા જઈ રહેલો નાવ પ્રધાનમંડળ (New Cabinet of Gujarat)નો શપથગ્રહણ સમારોહ બંધ રહ્યાં બાદ હવે આવતીકાલે 16 સપ્ટેમ્બરે બપોરે 1:30 વાગ્યે આ શપથગ્રહણ સમારોહ યોજાશે, જેની સત્તાવાર જાહેરાત મુખ્યપ્રધાન કાર્યાલયના ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરીને કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આવતીકાલે નવા પ્રધાનમંડળમાં કોને સ્થાન મળશે. ગુજરાતની આમ જનતા માટે તો આજની રાત સામાન્ય રાતની જેમ નીકળી જશે, પણ રાજ્યના સીટીંગ પ્રધાનો માટે આજની રાત ગાળવી અઘરી પડી જશે.

આ પણ વાંચો : Gujarat : ભારે વરસાદમાં આ ડેમોમાં નવા નીર ઉમેરાયા, સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો

Next Article