કોરોનાકાળ બાદ રાજ્ય પહેલી વખત વેન્ટિલેટર મુક્ત બન્યું, કોરોનાના તમામ 67 દર્દીઓ સ્ટેબલ
ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 03, વડોદરામાં 03, દાહોદમાં 02, ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં અત્યારે એક્ટિવ કેસ (Active case) માત્ર 67 છે જે તમામ સ્ટેબલ છે. મહત્ત્વની વાત એ છે કે હવે રાજ્યમાં એક પણ દર્દી (patient) વેન્ટિલેટર (ventilator) પર નથી. રાજ્યમાં 04 એપ્રિલના રોજ કોરોનાના નવા 09 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 06 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,932 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 67 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ 67 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 03, વડોદરામાં 03, દાહોદમાં 02, ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,12,932 દર્દી કોરોનાથી સાજા થઈ ચૂક્યાં છે. સોમવારે વધુ 6 દર્દી સાજા થયા હતા. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર 67 થઈ ગઈ છે. સરકારી યાદી મુજબ સોમવારે રાજ્યમાં 4,776 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યમાં રસીના 10.62 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
સોમવારે રાજ્યમાં વેન્ટિલેટર પરના કોરોના દર્દીનો આંક શૂન્ય થયો હતો. કોરોનાની ત્રણેય લહેરમાં પહેલી વખત એવું બન્યું છે કે રાજ્યમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હોવાથી વેન્ટિલેટર ખૂટી ગયાં હતાં. બીજી લહેરમાં વેન્ટિલેટરની ડિમાન્ડ ત્રણ ગણી વધી ગઈ હતી. સમગ્ર દેશમાં 50થી 60 હજાર વેન્ટિલેટરની જરૂરિયાત સામે માત્ર અડધા વેન્ટિલેટર ઉપલબ્ધ હતા.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.10 ટકા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મહામારી ટોચ પર હતી ત્યારે રિકવરી રેટ 80થી નીચે ચાલ્યો ગયો હતો. હાલ રાજ્યમાં 67 એક્ટિવ કેસ છે. આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે. એટલે કે એકપણ દર્દીની હાલત ગંભીર નથી.
આ પણ વાંચોઃ Surat : મહાનગરપાલિકાની સ્મીમેર મેડિકલ કોલેજની 50 બેઠકો વધારવાનો સરકારનો નિર્ણય
આ પણ વાંચોઃ Surat : બોટોનિકલ ગાર્ડનમાં ગેરકાયદે કબજો કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા સ્થાયી સમિતિ ચેરમેને કરી માંગ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો