AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા

જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી પૈકીની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે!

રાજકોટના આ ઉધોગપતિના ઘરે શાહી લગ્ન પ્રસંગ, ચાર્ટડ પ્લેનમાં જશે જાન અને જમણવારની થાળીના 18 હજાર રૂપિયા
The royal wedding at the house of this industrialist in Rajkot, Jaan will go in a chartered plane and Rs 18,000 for a dinner plate
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 03, 2021 | 12:36 PM
Share

રાજકોટના કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ઉધોગપતિ સેસા ઓઇલ બ્રાન્ડના પ્રણેતા મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નોત્સવ ૧૪ થી ૧૬ નવેમ્બર રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.આ લગ્ન પ્રસંગ માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાનનું પ્રયાણ થશે.સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયા હોય તેવી જાજરમાન ભવ્યતિભવ્ય લગ્નોત્સવ યોજાવા જઇ રહ્યા છે.રાજકોટના જાણીતા ઉધોગપતિ મૌલેશભાઇ પટેલ અને સોનલબેન પટેલના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે આગામી ૧૪-૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.

ત્રણ દિવસનો લગ્નપ્રસંગ,ચાર્ટડ પ્લેનમાં જશે જાન

રાજસ્થાનના જોઘપુરમાં આવેલો ઉમેદભવન પેલેસ દેશની મોંઘામાં મોંઘી ગણાતી તાજ હોટેલ સંચાલિત છે.ત્રણ દિવલના કાર્યક્રમમાં ૧૪ નવેમ્બરે મહેંદી રસમ,ભગવાન દ્રારિકાધીશની આરતી યોજાશે,રાત્રીના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમૂદાર પરફોર્મસ આપશે.૧૫ નવેમ્બરે સવારે મંડપ મૂર્હત અને રાત્રે બોલિવુડ નાઇટનું આયોજન જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.૧૬મી તારીખે જાજરમાન લગ્ન યોજાશે.લગ્નમાં જવા માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાન જશે અને ૩૦૦ જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.ભવનમાં ૭૦ જેટલા રૂમ છે તેની સાથે સાથે વધુ એક હોટેલમાં ૬૭ જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે.

૧૮ હજાર રૂપિયાની જમવાની થાળી !

ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘુદાટ છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેનો ચાર્જ ૧૮ હજાર રૂપિયા છે.દેશ અને દુનિયાની નતનવીન આઇટમનો લોકો સ્વાદ માણી શકશે.

કેવો છે ઉમેદભવન પેલેસ ? જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી પૈકીની એક હોટેલ ગણવામાં આવે છે. અહીં ૫૦ હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ મળવો મુશ્કેલ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું બે-ત્રણ લાખ છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! ઉમેદભવન પેલેસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે.

અનેક બોલિવુડ સિંગર કરશે પરફોર્મસ,ત્રણ દિવસ રાજસ્થાનના જેધપુરમાં શાહી લગ્નોત્સવ

આ પેલેસમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ ૨૬ એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં ૩.૫ એકર પર મહેલ બંધાયેલો છે અને ૧૫ એકર પર બગીચા છે. આ પેલેસ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઉમેદભવન પેલેસને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ પેલેસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે “આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) ” તાજ, રાજ પરિવારનું નિવાસસ્થાન અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">