વડનગરથી લઇને દિલ્હી સુધીની સફર, રાજકોટમાં યોજાયું નરેન્દ્ર મોદીની જીવન યાત્રાનું પ્રદર્શન

|

Sep 17, 2021 | 2:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે આજે રાજ્યભરમાં મેગા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શહેરના 150 સેન્ટરોમાં 50 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવશે.

વડનગરથી લઇને દિલ્હી સુધીની સફર, રાજકોટમાં યોજાયું નરેન્દ્ર મોદીની જીવન યાત્રાનું પ્રદર્શન
The journey from Vadnagar to Delhi, an exhibition of Narendra Modi's life journey was held in Rajkot

Follow us on

મોહનભાઇ હોલ ખાતે ત્રણ દિવસ સુધી રહેશે પ્રદર્શન, રાજકોટ બીજેપી દ્વારા આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ચૌધરી હાઇસ્કૂલની સામે આવેલા મોહનભાઇ હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર આધારીત પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરથી લઇને દિલ્હી દરબાર સુધીના તમામ ચિત્રો અને તેનું વિવરણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને ઓળખે,તેના વિચારોને અપનાવે તે ઉદ્દેશ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયેજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનને શહેરના તમામ 18 વોર્ડના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો નિહાળશે.આ કાર્યક્રમનો હેતુ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર વિશે વાકેફ થાય તેને કરેલા વિકાસના કામો અને નિર્ણયોની માહિતી મેળવે તે હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીનો રાજકોટ સાથે અનોખો નાતો-રાજુ ધ્રુવ

આ અંગે ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટ સાથે અનોખો નાતો છે. પ્રધાનમંત્રી પોતાના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યાં હતા.રાજકોટના લોકો સાથે આજે પણ તેઓ લાગણીથી જોડાયેલા છે ત્યારે જ્યારે મોકો મળે ત્યારે રાજકોટને યાદ કરે છે.આ પ્રદર્શનથી કાર્યકર્તાઓમાં મોદીજી પ્રત્યે અને તેને કરેલા કામો પ્રત્યે આદર ભાવ પ્રગટ થશે.

આજના દિવસે વેક્સિન મહાઅભિયાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે આજે રાજ્યભરમાં મેગા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શહેરના 150 સેન્ટરોમાં 50 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવશે.જો કોઇ સોસાયટીના 25થી વધુ લોકો હશે તો તેઓને પણ વેક્સિન આપવા માટે મોબાઇલ વાન મોકલવામાં આવશે.

 

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા

Next Article