AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : કેન્સરની સારવાર માટેનું આધુનિક મશીન દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં, 75 કરોડના ખર્ચે લવાયા 5 આધુનિક મશીનો

Gujarat Cancer and Research Institute : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે GCRI ના નવા ભવનમાં સ્થાપિત મશીનોનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે દેશમાં સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત આવા આધુનિક મશીન લાવવામાં આવ્યાં છે.

AHMEDABAD : કેન્સરની સારવાર માટેનું આધુનિક મશીન દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં, 75 કરોડના ખર્ચે લવાયા 5 આધુનિક મશીનો
The first modern machines in the country for cancer treatment were brought in Gujarat at a cost of Rs 75 crore
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 6:46 PM
Share

AHMEDABAD :એશિયાના સૌથી મોટી અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 75 કરોડના ખર્ચે આધુનિક મશીનો લાવવામાં આવ્યા છે, જે કેન્સરની ચોક્કસ સારવાર કરી શકશે.આ મશીનો દ્વારા દર્દીના શરીરમાં કેન્સરગ્રસ્ત ભાગમાં સારવાર કરી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રદાન નીતિન પટેલે શુક્રવારે હોસ્પિટલની મુલાકાત બાદ આ માહિતી આપી હતી.

દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં આવું મશીન એવો દાવો કરવામાં આવ્યો છે કે આવું આધુનિક મશીન દેશની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત હશે. આ મશીનોમાં ટ્યુબીમ, ટોમોથેરાપી, સાયબર નાઈફ, બ્રેકીથેરાપી અને સીટી સિમ્યુલેટરનો સમાવેશ થાય છે.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે GCRI ના નવા ભવનમાં સ્થાપિત મશીનોનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે દેશમાં સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત આવા આધુનિક મશીન લાવવામાં આવ્યાં છે.આ બાબતમાં પણ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ મશીનોની મદદથી કેન્સરના દર્દીઓની જટીલ સારવાર કરવામાં આવશે.વળી, આ મશીનો શરીરના નાના ભાગમાં પણ રોગને ઓળખવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે દેશમાં આ પ્રકારનું મશીન મળવું મુશ્કેલ છે.

અમેરિકા અને યુરોપિયન દેશોમાંથી લવાયા મશીનો GCRI માં આ મશીનો અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોમાંથી સરકારી ખર્ચે લાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં રાજ્યભરમાંથી કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકારે જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરામાં પણ કેન્સરની સારવારની વ્યવસ્થા કરી છે. કેન્સરની સારવારને આધુનિક બનાવવાના હેતુથી સરકાર દ્વારા શક્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલા માટે નવી GCRI બિલ્ડિંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સારવારની સુવિધામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.

75 કરોડના ખર્ચે લવાયા આધુનિક મશીનો અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 75 કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનો ટૂંક સમયમાં કાર્યરત થશે. જેમાં આ મશીનોનો સમાવેશ થાય છે –

1)16.30 કરોડના ખર્ચે ટ્યૂબિમ મશીનનો ઉપયોગ મોં અને ગળાના કેન્સર ઉપરાંત ગર્ભાશય, સ્તન, પ્રોસ્ટેટ, મગજ અને ફેફસાના કેન્સર કેન્સરની સારવારમાં રેડિયોથેરાપીથી સારવાર કરવામાં આવશે. આનાથી શરીરના અન્ય ભાગોમાં રેડિયોથેરાપીની આડઅસર થવાની શક્યતા ઓછી થશે.

2)22 કરોડના ખર્ચે લાવવામાં આવેલ ટોમો થેરાપી મશીનથી શરીરના કેન્સરગ્રસ્ત ભાગોને એક સાથે રેડિયોથેરાપી ડોઝ આપી શકાશે.

3) 27.56 કરોડના ખર્ચે લાવવામાં આવેલ સાયબર નાઈફ મશીન કેન્સરની સારવાર માટે સૌથી આધુનિક માનવામાં આવે છે. આ રોબોટ સંચાલિત મશીનથી મગજના કેન્સર અને શરીરના અન્ય ભાગોમાં કેન્સરની નાની ગાંઠની પણ કોઇ આડઅસર વિના સારવાર કરી શકાય છે.

4) સાડા ​​ત્રણ કરોડના ખર્ચે લાવવામાં આવેલ બ્રેકીથેરાપી મશીન કેન્સર પીડિત મહિલાઓ માટે મહત્વનું સાબિત થશે. આ મશીનથી ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર, અન્નનળીના કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી કરી શકાશે.

5) પાંચ કરોડના ખર્ચે લાવવામાં આવેલ સીટી સિમ્યુલેશન મશીનથી રેડિયોથેરાપીની સારવાર પહેલા કોમ્પ્યુટરાઇઝ્ડ સારવારનું આયોજન તૈયાર કરશે. આ મશીન સીટી સ્કેન તરીકે કામ કરશે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">