ગુજરાતમાં ઑમિક્રૉન વેરિએન્ટનો પ્રથમ કેસ, દેશમાં કુલ 3 કેસ નોંધાયા, જામનગરના મોરકંડાના આધેડમાં લક્ષણો મળ્યા

|

Dec 04, 2021 | 6:10 PM

ઑમિક્રૉનના (0micron) લક્ષણોની વાત કરીએ તો, આ વેરિયન્ટમાં દર્દીને ખૂબ વધારે થાક લાગે છે. માંસપેશીઓમાં દુખાવો થાય છે. ગળામાં ખરાશ અનુભવવી, સૂકી ખાંસી આવી શકે, શરીરનું તાપમાન થોડું વધારે રહે છે.

ગુજરાતમાં ઑમિક્રૉન વેરિએન્ટનો પ્રથમ કેસ, દેશમાં કુલ 3 કેસ નોંધાયા, જામનગરના મોરકંડાના આધેડમાં લક્ષણો મળ્યા
Jamnagar omicron case

Follow us on

ગુજરાતમાં (Gujarat) ઓમિક્રૉનની (0micron)એન્ટ્રી થતાં તંત્ર વધુ સતર્ક બની ગયું છે. જામનગરના(jamnagar) મોરકંડાના આધેડ વ્યક્તિમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે. આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરાયા છે.

તો આધેડ દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 87 લોકોને ટ્રેસ કરાયા છે. ગત 28 નવેમ્બરે આધેડ ઝિમ્બાબ્વેથી પરત ફર્યા છે. 29 નવેમ્બરે શરદી-ઉધરસના લક્ષણો હોવાથી ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આધેડને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ ઓમિક્રોનની (0micron) શંકાના આધારે સેમ્પલ પૂના મોકલાયા હતા જેમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે.

ઑમિક્રૉનની એન્ટ્રી, સરકાર સતર્ક

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જામનગર મનપા કમિશનર વિજય ખરાડીએ કહ્યું હતું કે, ઓમિક્રૉનના લક્ષણો ધરાવતા દર્દીને અલગ રૂમમાં રખાયા છે. દર્દીને અલગ રૂમમાં પ્રોટોકોલ પ્રમાણે સારવાર અપાઈ રહી છે. પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્રએ સંપર્કમાં આવેલાના ટેસ્ટ કર્યા હતા. તેમણે કહ્યું કે, ઓમિક્રૉન વેરિયન્ટ મુદ્દે આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવાયું છે અને શહેરમાં જ્યાં જરૂર છે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપી દેવાઈ છે.

દેશમાં ઑમિક્રૉનના (0micron) કુલ 3 કેસ સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 38 દેશોમાં ઓમિક્રૉનની એન્ટ્રી થઈ ચુકી છે. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે જેમાંથી એક દર્દી ગુજરાતમાં અને અન્ય બે દર્દી કર્ણાટકમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા 183 કેસ, ઘાના 33 કેસ, બ્રિટન 32 કેસ, બોત્સવાના 19 કેસ, નેધરલેન્ડ 16 કેસ, પોર્ટુગલ 13, ઓસ્ટ્રેલિયા 8, હોંગકોંગમાં 7, કેનેડામાં 7 કેસ, ડેન્માર્કમાં 6 કેસ નોંધાયા છે.તો ઇટાલી, ઓસ્ટ્રિયા અને સ્વીડનમાં 4-4, સાઉથ કોરિયા, નાઇઝિરિયા અને સ્વિત્ઝરલેન્ડમાં 3-3, ઇઝરાયેલ, બ્રાઝિલ, જાપાન, બેલ્જિયમ, સ્પેન, નોર્વેમાં 2-2 અને અમેરિકા તેમજ સાઉદીમાં એક-એક કેસ નોંધાયો છે.

ઑમિક્રૉનના (0micron) લક્ષણો શું છે ?

ઑમિક્રૉનના (0micron) લક્ષણોની વાત કરીએ તો, આ વેરિયન્ટમાં દર્દીને ખૂબ વધારે થાક લાગે છે. માંસપેશીઓમાં દુખાવો થાય છે. ગળામાં ખરાશ અનુભવવી, સૂકી ખાંસી આવી શકે, શરીરનું તાપમાન થોડું વધારે રહે છે.

ઑમિક્રૉનથી (0micron) ખતરો કેમ?

આ વેરિએન્ટને એટલે ખતરનાક માનવામાં આવે છેકે તેનું સંક્રમણ અન્ય વાયરસ કરતા 5 ગણું વધારે છે. અને, ઑમિક્રૉન વેરિએન્ટ ડેલ્ટાવેરિએન્ટથી પણ વધારે ઝડપથી ફેલાય છે. સાથે જ આ વેરિએન્ટમાં 45થી 52 મ્યૂટેશન હોય છે.

 

Published On - 5:48 pm, Sat, 4 December 21

Next Article