સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રથમ ઘટના, બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેને અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

Liver transplant in Surat : ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રથમ ઘટના,  બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેને અંગોનું દાન કરી  પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
The first case of liver transplant in Surat, brain dead yoga teacher RanjanBen donated organs and revived five persons
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:23 PM

SURAT : સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રથમ ઘટના બની છે. ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું.જેમાં વણકર સમાજના બ્રેઈનડેડ યોગ શિક્ષક રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની છઠ્ઠી ઘટના છે.માણેકબાગ, સેગવી, વલસાડ ખાતે રહેતા યોગ શિક્ષક રંજનબેન ગુરુવાર, તા.30 સપ્ટેમ્બરના રોજ તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

રંજનબેનનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કરવામાં આવ્યો હતો.શનિવાર, તા. 2 ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રંજનબેનના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે તેમના પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જવાનું છે, તેના કરતા તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય, આથી અંગદાન માટે તેઓ આગળ વધ્યા અને SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જયારે એક કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે. લિવર સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને મળી રહ્યો છે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં રાજકોટના રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદના રહેવાસી 45 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.સાથે ઉલ્લેખનીય છે કે કોવીડ-19 ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 46 કિડની, 26 લિવર, 10 હૃદય, 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 44 ચક્ષુઓ સહીત કુલ 143 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 132 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">