દિવાળી બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, થઈ શકે છે આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

Gandhinagar: દિવાળીનો તહેવાર પૂરો થઇ ગયો છે. ત્યારે આજે 10 નવેમ્બરે દિવાળી બાદ પ્રથમ વાર રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 9:25 AM

Gandhinagar: આજે કેબિનેટની બેઠક (Cabinet meeting) મળવાની છે. દિવાળી બાદ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારની આ પ્રથમ કેબિનેટ બેઠક હશે. માહિતી પ્રમાણે આ બેઠકમાં ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ કરવા ચર્ચા થઇ શકે છે. તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો અંગે પણ ચર્ચા થઇ શકે છે. આ સાથે હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ત્યારે મગફળીની ખરીદી અને સ્ટોરેજ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.

જણાવી દઈએ કે દર બુધવારે આ બેઠક મળતી હોય છે. ત્યારે આજનો મહત્વનો મુદ્દો ધોરણ 1 થી 5 ના વર્ગોને ઓફલાઈન શરુ કરવાનો જણાઈ રહ્યો છે. આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ પણ આપવામાં આવી છે. બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી (Online Education) મુક્તિ મળી શકે છે. માહિતી મળી રહી છે કે દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ (Primary School) શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા છે. ત્યારે જણાવી દઈએ કે લાંબા સમયથી ધો 1 થી 5 ના ઓફલાઈન વર્ગો બંધ છે. કોરોના શરુ થયા અને લોકડાઉન લાગ્યા બાદ રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તો હવે ઓફલાઈન શિક્ષણને લઈને આરોગ્ય વિભાગના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આજે કેબીનેટ બેઠકમાં આ મામલે ચર્ચા થઇ શકે છે.

 

આ પણ વાંચો: ઘોડીસવારી અને ભરતનાટ્યમ શીખવા માંગતા લોકો માટે ખુશ ખબર, GTU એ લોન્ચ કર્યાં 2 નવા કોર્સ, જાણો વિગત

આ પણ વાંચો: Gandhinagar: VIP ગણાતા સેક્ટરમાં મહિલાને છરી મારવાના કેસમાં પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">