AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના મહામારીમાં ગૃહ ઉદ્યોગ સર્વશ્રેષ્ઠ ઉપાય, આ રીતે મેળવી શકો છો બેંકમાંથી લોન

બેરોજગારી દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય ગૃહ ઉદ્યોગ છે. કોરોના વાઈરસથી આવેલી મહામારી લોકડાઉનને કારણે નોકરી ધંધાની સલામતી રહી નથી. ઉપરાંત ક્યારે કયો મેડિકલ ખર્ચ આવીને ઊભો રહેશે એ પણ ખબર નથી.

કોરોના મહામારીમાં ગૃહ ઉદ્યોગ સર્વશ્રેષ્ઠ ઉપાય, આ રીતે મેળવી શકો છો બેંકમાંથી લોન
ફાઇલ ફોટો
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 6:20 PM
Share

ભવ્યતા ગડકરી

બેરોજગારી દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય ગૃહ ઉદ્યોગ છે. કોરોના વાઈરસથી આવેલી મહામારી લોકડાઉનને કારણે નોકરી ધંધાની સલામતી રહી નથી. ઉપરાંત ક્યારે કયો મેડિકલ ખર્ચ આવીને ઊભો રહેશે એ પણ ખબર નથી. સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર જે પોતાની આવક અને ખર્ચ માટે એક માળખું નક્કી કરે છે અને એ મુજબ શક્ય હોય એટલું પોતાની આર્થિક સ્થિતિ મુજબ એક ઢાંચો તૈયાર કરે છે.

પરંતુ હાલ પરિસ્થિતિ જ એવી છે કે આવક અને ખર્ચ બંનેનો આગળથી કરેલો અંદાજ ગમે તે ક્ષણે ખોટો પડી જાય છે. એવા સમયે બચત પણ નાની પડી જાય છે અને લોકડાઉન સમયે નવરાશના સમયમાં ટાઈમ પાસ કરવા કરતાં કોઈક સર્જનાત્મકતા તરફ આગળ વધી શકાય છે. એનાથી ઘણા ફાયદાઓ થશે, જેમ કે સમય સારી રીતે પસાર થઈ જશે અને ઘરમાં રહેવાથી સંક્રમિત થવાની સંભાવના ઓછી થઈ જશે. કંઈક સર્જન કર્યાનો સંતોષ મળશે અને નામની સાથે દામ પણ કમાઈ શકો છો.

ઈન્ટરનેટ યુગનો મોટો ફાયદો એ છે કે યુ ટ્યુબ પર અનેક વીડિયો અલગ અલગ કલાઓ માટે ઉપલબ્ધ છે, જેમાં હસ્તકલાથી લઈને અનેક ચીજ વસ્તુઓ કેવી રીતે બને છે એનું જ્ઞાન મળી રહે છે. જરૂરી સામાન લઈ આવીને અથવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તમારી અંદર રહેલા કલાકારને બહાર કાઢવામાં સરળતા રહેશે અને આ આવડત તમને તમારી રૂચિ મુજબ સર્જન કરી માત્ર તમારા ઘરના જ નહીં, પરંતુ દેશના આર્થિક વિકાસ દરને પણ ઉપર લાવવામાં ઉપયોગી સાબિત થશે.

સરકારની મદદ કઈ રીતે લઈ શકો છો?

તમને જોઈને તમારી આસપાસ રહેતા લોકોને પણ પ્રેરણા મળશે અને આવા નાના પાયે શરૂ કરેલા ઉદ્યોગ આગળ વધીને મોટાપાયે ઘણા લોકોને પગભર કરવા માટે સરકારી બેંક લોન પણ આપે છે. સરકાર દ્વારા આપવામાં આવતી લોન જેમાં ઝીરો ટકા વ્યાજ આપતી મહિલા ઉત્કર્ષ યોજના જે રાજ્યની માતૃશક્તિ હેઠળ 10 મહિલાઓના જૂથને એક લાખ રૂપિયાનું ધિરાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વાજપાયી બેંકેબલ યોજના, બેરોજગાર લોન અને મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ લોન લઈ દેશમાં સ્વદેશી વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે.

કેવી રીતે લોન મેળવવી?

જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી ફોર્મ મેળવીને લોન માટે અરજી કરી શકાય છે. સાથે જ તમારે ચૂંટણી ઓળખ કાર્ડ અથવા આધારકાર્ડ, જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. સાથે જ પાસપોર્ટ સાઇઝના 2 ફોટો આપવાના રહેશે.

આ પણ વાંચો: Jamnagar : હોસ્પિટલો ફુલ થઇ જતા શાળામાં જ શરૂ કરાયો 100 બેડનો ઓઇસોલેશન વોર્ડ

g clip-path="url(#clip0_868_265)">