ગુજરાતમાં કોરોનાના કેસમાં ભયજનક વધારો, નવા 1122 દર્દીઓ ઉમેરાયા,એક્ટિવ કેસની સંખ્યા 5380એ પહોંચી

|

Mar 17, 2021 | 8:04 PM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના નવા 1122 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 775 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે  રાજ્યમાં હાલ કુલ એક્ટીવ કેસની સંખ્યા 5380 થઈ છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભયજનક વધારો, નવા 1122 દર્દીઓ ઉમેરાયા,એક્ટિવ કેસની સંખ્યા 5380એ પહોંચી

Follow us on

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના નવા 1122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 775 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે  રાજ્યમાં હાલ કુલ એક્ટીવ કેસની સંખ્યા 5380 થઈ છે.  જેમાંથી 61  દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 5249 દર્દી સ્ટેબલ છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 271  કેસમાં વધારો થયો છે. સુરત શહેરમાં 353  કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 88 કેસ નોંધાયા છે.

એક બાજુ Corona હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરની એન્ટ્રી થઇ ગઈ છે. આ વચ્ચે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના ખૌફને કારણે ગુરુવારથી શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝુ પણ બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આવતી ગુરુવારથી બંધ કરી દેવાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કોરોના મહામારી વચ્ચે પરીક્ષા આપવી પડશે તેવો નિર્ણય કર્યો છે. જેમાં 19થી 27 માર્ચ દરમિયાન પરીક્ષા યોજાવાની છે. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું છે કે  કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ પાછળથી પરીક્ષા આપી શકે છે. જો કે આ દરમ્યાન વાલી મંડળે પરીક્ષા મોકૂફ રાખવાની  માંગ કરી છે.

Next Article