શિક્ષકોના પગારમાં કેમ કાપ? ગ્રેડ પે ઘટાડવા અંગે સરકાર કેમ નથી આપતી કોઈ જવાબ?

|

Jul 04, 2020 | 1:04 PM

ગુજરાત સરકારે શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા ફરી એકવાર આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. ગ્રેડ પે ઘટાડતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે […]

શિક્ષકોના પગારમાં કેમ કાપ? ગ્રેડ પે ઘટાડવા અંગે સરકાર કેમ નથી આપતી કોઈ જવાબ?

Follow us on

ગુજરાત સરકારે શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા ફરી એકવાર આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. ગ્રેડ પે ઘટાડતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ પે ઘટાડતા રાજ્યભરના 65000 શિક્ષકોને અસર થવા જઈ રહી છે. શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે, ફરીથી અમને 4200 ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article