Vyara : વરસાદમાં જેમના ઘર પડી ગયા તેમની યાદી તૈયાર કરી વહેલી તકે આવાસના લાભ આપવામાં આવશે : પ્રભુ વસાવા

|

Jul 18, 2022 | 9:02 AM

સાંસદે પેન્ડિંગ (Pending )રહેલા યોજનાકીય કામોને પણ ઝડપથી પુરા કરવાનું જણાવીને સબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા. 

Vyara : વરસાદમાં જેમના ઘર પડી ગયા તેમની યાદી તૈયાર કરી વહેલી તકે આવાસના લાભ આપવામાં આવશે : પ્રભુ વસાવા
Meeting with authorities by MP Prabhu Vasava (File Image )

Follow us on

સાંસદ(MP) પ્રભુ વસાવા ની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન વ્યારા (Vyara ) ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી “દિશા” ની બેઠક મળી હતી. આ બેઠકમાં (Meeting ) તે પહેલાની મીટીંગ ની કાર્યવાહી નોંધ ને ધ્યાનમાં લઇ બહાલી આપવા બાબત તેમજ માહે માર્ચ- 2022 અંતિત થયેલ ભૌતિક અને નાણાંકીય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ યોજનાની તથા વિવિધ વિભાગો તરફથી મળેલ ફરિયાદ અરજીઓ તેમજ લોક ફરિયાદ ની અરજીઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

લાભાર્થીઓને જલ્દી આવાસના લાભ મળે તેવા પ્રયાસો કરાશે :

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યુ હતુ કે, વરસાદમાં જેમના ઘરો પડી ગયા છે એવા તમામ લોકોની યાદી આવનાર દિવસોમાં PMAYના લાભાર્થીઓ નક્કી કરી વહેલી તકે એમને આવાસોના લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરવા સૂચનો કર્યા હતા. તાપી જિલ્લા પ્રશાસન સાથે આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોએ સંકલન સાથે અસરકારક કામગીરી કરી છે, જેથી જિલ્લામાં મોટી આપદાઓને ટાળી શક્યા છીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલવામાં આવતાં સખી મેળાની તેમાં ખાસ કરીને પ્રસંશા કરી હતી. તેમાં પણ ખાસ કરીને જે ઓર્ગેનિક વસ્તુઓ બનાવવામાં આવી હતી તેની સરાહના કરતા સખી મંડળોને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

સમૂહમાં જે કામો થાય છે તે એકલા હાથે કરવા મુશ્કેલ : પ્રભુ વસાવા

આગામી સમયમાં પણ જિલ્લામાં આવા સખી મેળાનું આયોજન થાય અને તાપી જિલ્લાના તમામ બહેનો પોતાના પગ ઉપર ઉભી થઇ પોતાના પરિવાર સાથે સુખાકારી જીવન વિતાવે તેમ જણાવ્યું હતું. સમૂહમાં જે કામો થાય છે એ કામો એકલા હાથે કરવું મુશ્કેલ છે. વધુમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જિલ્લાનો કોઈપણ લાભાર્થી સરકારી યોજનાના લાભ લેવાથી વંચિત  ખાસ તકેદારી રાખવા અમલીકરણ કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાંસદના આદર્શ ગ્રામ યોજનાની તેમજ તકેદારી આયોગ તરફથી મળેલી ફરિયાદો અને અરજીઓ તેમજ લોક ફરિયાદની અરજીઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંસદે પેન્ડિંગ રહેલા યોજનાકીય કામોને પણ ઝડપથી પુરા કરવાનું જણાવીને સબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા.

જિલ્લામાં કુપોષિત બાળકી, સગર્ભા, અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળે, વિધવા બહેનોને ગંગા સ્વરૂપા યોજના હેઠળ લાભ મળે, દિવ્યાંગોને યોગ્ય સાધન સુવિધા અને તેઓના લાભ મળે તે માટે પ્રયાસો કરવા પણ અધિકારીઓને જાણ કરી હતી.

Input Credit Nirav Kansara

Next Article