Tapi : સરકારી અધિકારી જેવો રૂતબો બતાવી લોકોને છેતરનાર આરોપી 11 વર્ષે પકડાયો

|

Aug 03, 2022 | 1:17 PM

આ આરોપી (Accused ) અનેક યુવતી  અને યુવાનોના કરોડો રૂપિયા લઇ રફુચક્કર થઇ ગયો હતો. તે સમયે આ આરોપીનો રૂતબો કોઈ સરકારી અધિકારીથી ઓછો ન હતો.

Tapi : સરકારી અધિકારી જેવો રૂતબો બતાવી લોકોને છેતરનાર આરોપી 11 વર્ષે પકડાયો
The accused who cheated people by pretending to be a government official was caught after 11 years

Follow us on

તાપી (Tapi )જિલ્લા એસઓજી પોલીસે છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપી સામે નવસારી (Navsari ) જિલ્લાના ચીખલી(Chikhli ) પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા. જેમાં તે વોન્ટેડ હતો અને છેલ્લા 11-11 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. બનાવની વિગત એવી છે કે  હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડથી નોધણી કરાવીને દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં પોતાના ટ્રસ્ટની ઓફીસ ખોલવામાં આવી હતી. સરકારી અધિકારી જેવો રૂતબો બતાવી સોનગઢ,  વ્યારા, ઉચ્છલ, નિઝર,ધરમપુર, વાંસદા જેવાં અનેક વિસ્તારોમાંની જનતાને નોકરી આપવાને બહાને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું હતું. નોકરીનો પગાર સામેવાળો વ્યક્તિ કેટલું વધારે ડોનેશન આપે છે તેના પર નિર્ભર રહેતું.

જો વ્યક્તિ 80 હજાર રૂપિયા ડોનેશન આપતો હતો તો તેને 15 થી 20 હજાર રૂપિયા ફક્ત એક બે મહિના પગાર આપી પછી કોઈ બહાનું કે વાંક કાઢી તમને  છુટા કરી દેવામાં આવતા હતા. એવી રીતે આ આરોપી અનેક યુવતી અને યુવાનોના કરોડો રૂપિયા લઇ રફુચક્કર થઇ ગયો હતો. તે સમયે આ આરોપીનો રૂતબો કોઈ સરકારી અધિકારીથી ઓછો ન હતો.

તેને મળવા પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડતી, તે કાળા કાચ વાળી ગાડી રાખતો અને આગળ મોટી લાલ નેમ પ્લેટ લગાવેલી હતી એટલે કોઈ વાત કરવા પણ દસ વખત વિચાર કરતું હતું. જો કોઈ ઉઘરાણી માટે તેના ઘરે જાય તો તે કાયમ ગાંધીનગરમાં જ ગયા હોવાનું તેમને કહેવામાં આવતું હતું. આવું કોના આશીર્વાદથી ચાલતું હતું તે પણ તપાસનો વિષય બની જાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેટલાંક લોકોએ પોતાની જમીન મિલકત અને પશુધન વેચી સંતાનોને નોકરીએ લગાવવા રૂપિયા આપ્યા હતા

આ આરોપીની વગ જોઈએ કેટલાક લોકોએ તો પોતાના સંતાનોને નોકરીએ લગાવવા માટે પોતાની જમીન મિલ્કત અને પશુધન વેચીને પણ રૂપિયા આપ્યા હતા અને છેતરાયા હતા. જોકે છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી દીલીપભાઇ મનુભાઇ ચૌધરીને તાપી એસઓજી દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

Input Credit – Nirav Kansara (Tapi)

Next Article