Tapi : શહેરોની સાથે જિલ્લાઓમાં પણ રસીકરણ અભિયાન તેજ, તાપી જિલ્લામાં 10,509 લાભાર્થીઓનું કોવિડ વેક્સિનેશન

|

May 23, 2022 | 8:38 AM

તાપી (Tapi ) જિલ્લામાં પણ કુલ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 241 હાઉસ ટુ હાઉસ ટીમ અને 14 મોબાઈલ ટીમ દ્વારા કોવિડ વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Tapi : શહેરોની સાથે જિલ્લાઓમાં પણ રસીકરણ અભિયાન તેજ, તાપી જિલ્લામાં 10,509 લાભાર્થીઓનું કોવિડ વેક્સિનેશન
Vaccination in Tapi District (File Image )

Follow us on

રાજ્યના (State ) મોટા મહાનગરોની સાથે ગ્રામ્ય(Rural ) અને તાલુકા લેવલ પર પણ કોરોનાને(Corona ) કાબુમાં કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ જોવા જઈએ તો શહેરોની સરખામણીએ ગામડાઓમાં કોરોનાનો પ્રકોપ એટલો વધારે જોવા નથી મળ્યો. સાથે જ કોરોનાને કાબુ માં કરવા માટે વેક્સિનેશન એક મહત્વનું હથિયાર સાબિત થયું છે. જેથી શહેરોની સાથે સાથે જિલ્લા અને તાલુકા લેવલ પર વેક્સિનેશન અભિયાનને વધુ તેજ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને રવિવારે મહા વેક્સિનેશન અભિયાન હાથ ધરીને બાકી રહી ગયેલા પ્રથમ ડોઝ અને બીજા ડોઝ લેનાર લોકોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયજુથના કોવિડ વેક્સિનેશનના પ્રિકોશન ડોઝ એલીજીબલ લાભાર્થી, 12 થી 17 વયજુથના બીજા ડોઝ માટેના એલીજીબલ લાભાર્થી તથા 18 વયજુથના બીજા ડોઝ માટેના ડ્યુ લાભાર્થીઓને વહેલી તકે આવરી લેવા માટે તાપી જિલ્લામાં પણ કુલ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 241 હાઉસ ટુ હાઉસ ટીમ અને 14 મોબાઈલ ટીમ દ્વારા કોવિડ વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ મેગા ડ્રાઈવમાં કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ દરમ્યાન 12 થી 17 વયજુથમાં પ્રથમ ડોઝ- 111 બીજો ડોઝ-.2728, 18 થી વધુ વયજુથમાં પ્રથમ ડોઝ 41 , બીજો ડોઝ-1161, તથા પ્રિકોશન ડોઝ ડ્યુ પૈકી કુલ-6468 ને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. આમ, સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 10509 વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ. તેમજઆજે સોમવારે પણ આ વેક્સિનેશન ઝુંબેશ ચાલુ જ રહેશે જેથી જેમની રસી ડ્યુ હોય તેઓને રસી મુકાવવા માટે અપીલ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તાપી જિલ્લાની સાથે જો સુરતની પણ વાત કરીએ તો સુરતમાં કોરોના રસીકરણના મહાઅભિયાન હેઠળ પહેલા જ દિવસે 15,329 લોકોને વેક્સીન આપવામાં આવી હતી. નોંધનીય છે કે શહેરમાં હજી પણ 4 લાખ કરતા વધારે સુરતીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. ત્યારે આવનારા દિવસોમાં આ અભિયાન હેઠળ શહેરને સંપૂર્ણ વેક્સીનેટેડ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ મહાઅભિયાનમાં 230 જેટલા કેન્દ્રો પરથી વેક્સિનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Next Article