Tapi : વ્યારામાં તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં જ બે મોટા વૃક્ષો ધરાશાયી, રવિવાર હોવાથી બાળકોનો બચાવ

|

May 08, 2022 | 7:17 PM

તાપી (Tapi) તાલુકા શાળા ના ગેટ પાસે જ આ બંને ઝાડ પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. આજે રવિવાર હોવાથી શાળામાં રજા હતી જેના કારણે વિદ્યાર્થીઓ ની અવરજવર ન હતી. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ બંને ઝાડ શાળાના કમ્પાઉન્ડની દીવાલ પર જ પડ્યા હતા. જેના કારણે દીવાલને પણ મોટું નુકસાન થયું છે.

Tapi : વ્યારામાં તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં જ બે મોટા વૃક્ષો ધરાશાયી, રવિવાર હોવાથી બાળકોનો બચાવ
Tapi Two Big Tree Fell Near School

Follow us on

તાપી(Tapi)જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલી એક શાળામાં મોટી દુર્ઘટના બનતા બચી ગઇ હતી. આજે સવારે વ્યારાની તાલુકા શાળાની(School)મુખ્ય ગેટ નજીક ગુલમહોર અને આમલીના બે ઝાડ ધરાશાયી(Tree)થયા હતા. ધડાકાભેર આ બંને ઝાડ પડી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે તાલુકા શાળા ના ગેટ પાસે જ આ બંને ઝાડ પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. આજે રવિવાર હોવાથી શાળામાં રજા હતી જેના કારણે વિદ્યાર્થીઓ ની અવરજવર ન હતી. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ બંને ઝાડ શાળાના કમ્પાઉન્ડની દીવાલ પર જ પડ્યા હતા. જેના કારણે દીવાલને પણ મોટું નુકસાન થયું છે.

ઘર પાસે ઉભેલી ટવેરા કાર અને બાઈક ઝાડ નીચે દબાઈ ગઈ હતી

સવારના સમયે આ ઘટના બની ત્યારે આજે રવિવાર હોવાથી બાળકો શાળાએ આવ્યા ન હોવાથી મોટી ઘટના બનતી રહી હતી. જો કે જે સમયે આ ઘટના બની તે સમયે શાળામાં બાળકો ની અવરજવર રહેતી હોય છે.આમલી અને આ ગુલમહોરનું ઝાડનો કેટલોક ભાગ નજીકના મકાન પર પણ પડયો હતો. જેના કારણે ઘર પાસે ઉભેલી ટવેરા કાર અને બાઈક ઝાડ નીચે દબાઈ ગઈ હતી. વ્યારા નગરપાલિકાના કર્મચારીઓને ઘટના ની જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અને તૂટી પડેલા ઝાડના ભાગને દૂર કરવાની કામગીરી કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જોખમી વૃક્ષોને દૂર કરવાની માંગ પણ તંત્રને કરવામાં આવી

એક સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે તાલુકા શાળાના બિલ્ડિંગ નજીક આ બંને ઝાડ વર્ષો જૂના હતા. જે આજે સવારે તૂટી પડ્યા હતા. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં બાળકોના જીવ બચી ગયા હતા. કારણ કે જો સોમવારે આ સમયે આ ઘટના બની હોત તો મોટી સંખ્યામાં બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હોત તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે કેટલાક સ્થાનિકો દ્વારા શાળા નજીક આવેલા આવા જોખમી વૃક્ષોને દૂર કરવાની માંગ પણ તંત્રને કરવામાં આવી છે.

Published On - 4:37 pm, Sun, 8 May 22

Next Article