Tapi : ઘરેલુ હિંસા સામે ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં જાગૃતિ લાવવા ડોલવણ ખાતે સેમિનાર યોજાયો

|

Jun 02, 2022 | 10:02 AM

ઘરેલુ હિંસા(Domestic Violence ) એટલે ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા તથા માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસા છે.

Tapi : ઘરેલુ હિંસા સામે ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં જાગૃતિ લાવવા ડોલવણ ખાતે સેમિનાર યોજાયો
Seminar for Awareness in Domestic Violence(File Imafe )

Follow us on

તાપી (Tapi ) જિલ્લાના ડોલવણ તાલુકાની મહિલાઓને (Women ) ધરેલુ હિંસા (Domestic Violence ) આધિનિયમ 2005 થી માહિતગાર કરાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીઓ દ્વારા કાયદાકીય માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવ્યો હતો. તાપીના ડોલવણ ખાતેના મહિલા અને બાળ અધિકારી એસ.આર.દેસાઈની દેખરેખ હેઠળ ડોલવણના સરપંચ ઉષાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકાની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

ભારત દેશનું બંધારણ દરેક સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હક્કોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો ઘરેલુ હિંસા માટેનો પણ છે. ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ ને લાગુ કર્યો છે. ઘરેલુ હિંસા એટલે ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા તથા માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસા છે.

આજે ભલે સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવામાં આવે પણ શહેરો હોય કે ગામડાઓ, સ્ત્રીઓ પર ઘરેલુ હિંસાના બનાવો સામાન્ય છે. શહેરોમાં રહેતી સ્ત્રીઓ પોતાની સમજશક્તિથી આ ઘરેલુ હિંસાના બનાવો સામે લડત આપી શકે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં હજી પણ આ બાબતે અજ્ઞાનતા જોવા મળે છે. જેથી આ મહિલાઓને પણ ઘરેલુ હિંસાની સામે કેવી રીતે કાયદાકીય લડત આપવી તે વિષે માહિતી આપવી જરૂરી હોવાથી તેના માટે જ આ ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

આ સેમીનારમાં કાયદા નિષ્ણાત એડવોક્ટ નિલેશ પટેલ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ 2005 ની કાયદાકિય જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડી.પી.વસાવાએ પ્રોટેક્શન ઓફિસરની ફરજો અને કામગીરી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વ્યારાના કેન્દ્ર સંચાલક મધુ પરમાર દ્વારા સર્વિસ પ્રોવાઈડર કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ફિલ્ડ ઓફિસર બી.જે.મકવાણા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ જેમ કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાઓની અને “સખી” વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ની માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અધ્યક્ષ ઉષા ચૌધરીએ સેમિનારમાં હાજર રહેલી તમામ મહિલાઓને સરકારની તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા મહિલાઓને અપીલ કરી હતી.

Next Article