Tapi: ગુજરાત ભાજપ પ્રદેશના કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ તાપીના નિઝર ખાતે યોજાયો

|

Mar 02, 2022 | 7:01 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખેડૂતોને આકર્ષાવાને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધીમે ધીમે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશના કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ તાપીના નિઝર ખાતે યોજવામાં આવ્યો હતો.

Tapi: ગુજરાત ભાજપ પ્રદેશના કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ તાપીના નિઝર ખાતે યોજાયો
ગુજરાત ભાજપ પ્રદેશના કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ તાપીના નિઝર ખાતે યોજાયો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષના સુશાસનમાં ખેડૂતોના જીવનમાં આવેલ ફેરફારોને જાણવા માટે નમો કિસાન પંચાયત (Kisan Panchayat) નું આયોજન ખેતી પર નિર્ભર એવા તાપી (Tapi)  જિલ્લાના છેવાડે આવેલ નિઝર (Nizar) માં પ્રદેશ કિસાન મોરચા (Kisan Morcha) ના પ્રમુખની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા રાખવામાં આવ્યો હતો, જેમાં નિઝર વિધાનસભાના ખેડૂતો હાજર રહ્યા હતા.

આવનાર ગુજરાત (Gujarat)  વિધાનસભાની ચૂંટણીને લઈને ખેડૂતોને આકર્ષાવાને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધીમે ધીમે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે આજે ગુજરાત ભાજપ (BJP)  પ્રદેશના કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ તાપીના નિઝર ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ અને નિઝર ના પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પ્રમુખ જયરામભાઈ ગામીત સહિત ના અગેવાનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લાના નિઝર વિધાનસભા ના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા અને તેમણે પોતાના મંતવ્ય જણાવ્યા હતા, ઉલ્લેખનીય છે ખેડૂતો માટે કાર્યક્રમ યોજી ભાજપ હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિઝર વિધાનસભા બેઠક કબજે કરવા માટે મેદાન માં ઉતરી ગઈ હોય એમ લાગી રહ્યું છે, આ કાર્યક્રમ વેળાએ ખેડૂતોને આપવામાં આવતી વીજળી બાબતે પ્રશ્ન પૂછવામાં આવતા પ્રદેશ કિસાન અધ્યક્ષ દ્વારા કંઈક આમ જણાવવામાં આવ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નોંધનીય છે કે જામનગર ભારતીય જનતા કિશાન મોરચા દ્વારા ગત અઠવાડિયે શહેર નજીક લાલપુર-કાલાવડ ચોકડી વચ્ચે આવેલી એક વાડીમાં નમો કિશાન પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા કિશાનો માટેની વિવિધ યોજનાઓ, કૃષિક્ષેત્રે સરકારની ધરતીપુત્રોના હિતલક્ષી નીતિઓ બાબતે પરામર્શ કરી ખેડૂતો પાસેથી કૃષિક્ષેત્ર મુદ્દે તેમના સૂચનો મેળવવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન રાખવામાં આવ્યું હોય ખેડૂતો અને ભાજપના કાર્યકરોએ થાળી માટે કાઉન્ટર પર પડાપડી કરતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના કારણે અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

આ પણ વાંચો : વિધાનસભાના દસમા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો, દિવંગતોને ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

આ પણ વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

Published On - 7:01 pm, Wed, 2 March 22

Next Article