AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi: વ્યારાના નાની ચીખલી ગામની 20થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની

હવે મહિલાઓ (Women) પણ પુરુષોની જેમ પગભર થઈને પરિવારને આર્થિક મદદ કરી રહી છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આ બદલાવ આવી રહ્યો છે. જે એક સારો સંકેત માની શકાય છે.

Tapi: વ્યારાના નાની ચીખલી ગામની 20થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની
Chikhli village became self-reliant(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 7:02 PM
Share

તાપી (Tapi )જિલ્લામાં આદિવાસી મહિલાઓને (Women) વિવિધ યોજનાનો લાભ મળી રહે અને આ યોજના થકી તેઓ પગભર થાય તે હેતુસર સરકાર (Government) દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા નજીક આવેલા નાની ચીખલી ખાતેના સખી મંડળની મહિલાઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી છે.

જેનાથી તેઓના જીવનધોરણમાં સુધારો આવ્યો છે. સખીમંડળમાં કામ કરતી મહિલાઓને આ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ ગામની બે મહિલાઓને ખુરશી અને ખડકનાથ મરઘાના શેડની સહાય લીધી છે, જેમાં તેઓને સારી કમાણી થઈ રહી છે.

તાપી જિલ્લો એ આદિવાસી વિસ્તાર છે અને ત્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધારે છે. તાપી જિલ્લામાં વસ્તી મહિલાઓ ખેતીકામ સહિત પશુપાલન કરીને ગુજરાન ચલાવતી હોય છે. આ મહિલાઓને ખેતી સિવાય અન્ય રોજગારી મળી રહે તે માટે સખીમંડળ દ્વારા વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી રહી છે. જેના કારણે આ મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ લઈને સારી એવી કમાણી કરી રહી છે.

તાપી જિલ્લામાં વિવિધ સખીમંડળો લગ્ન પ્રસંગોમાં ભોજન પૂરું પાડવું, ખુરશીઓ પૂરી પાડવી કે પછી અન્ય સખીમંડળ ખેતીની સારી તાલીમ આપવાનું કામ કરે છે. આવા જ એક સખીમંડળમાંથી તાલીમ લઈને નાનીચીખલી ગામની મહિલા ખડકનાથ મરઘાના શેડની સહાય મળી હતી. અહીં ખડકનાથ મરઘાંનો ઉછેર કેવી રીતે કરવો અને તેમાંથી કેવી રીતે કમાણી કરવી તેની પણ તેઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમની સાથેની અન્ય એક મહિલાને ખુરશીઓની સહાય આપવામાં આવી છે, આ ખુરશીઓ તેઓ લગ્ન પ્રસંગોમાં કે અન્ય કોઈ પ્રસંગમાં ઉપયોગ કરીને કમાણી કરે છે.

આમ, હવે મહિલાઓ પણ પુરુષોની જેમ પગભર થઈને પરિવારને આર્થિક મદદ કરી રહી છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આ બદલાવ આવી રહ્યો છે. જે એક સારો સંકેત માની શકાય છે. કારણ કે આ આદિવાસી વિસ્તારોમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. તેવામાં મહિલા પણ ઘરને મદદરૂપ થવા માટે હવે તાલીમ લઈને આગળ આવી રહી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">