Tapi : દીપડાનો ખૌફ, વાલોડ નજીક દીપડાનો પરિવાર લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ
તાપીના(Tapi) પેલાડ ના બુહારી ગામ નજીક દીપડો જોવા મળતા ગ્રામજનો દ્વારા વનવિભાગને તેની જાણ કરવામાં આવી છે. ગ્રામજનોની વાતને ધ્યાને લઇને વનવિભાગ દ્વારા ગામમાં પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

સુરત(Surat) જિલ્લાના અંતરિયાળ ગામોમાં દીપડા(panther) જેવા હિંસક પ્રાણીઓની ડર હજી પણ યથાવત રહેવા પામ્યો છે. હવે તાપીમાં(Tapi) આવેલ વાલોડ તાલુકામાં ના પેલાડ બુહારી ગામમાં દીપડાનો પરિવાર લટાર મારતા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. જેમાં વધુમાં મળતી માહિતી પ્રમાણે રાત્રી દરમિયાન જંગલ વિસ્તારમાંથી રોડ નજીક દીપડો તેના પૂરા પરિવાર સાથે લટાર મારતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. કારમાં પસાર થતાં એક કારચાલકે તેનું વિડીયો શુટીંગ કરી લીધું છે.
જે વિડીયો શૂટ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રીના અંધકારમાં પહેલા એક દીપડો જાય છે. અને થોડી સેકન્ડ બાદ એક પછી એક એમ બે દીપડા પાછળ દોડતા જોઈ શકાય છે.જોકે વાલોડ તાલુકામાં આ પ્રકારે દીપડાના પરિવાર સાથે દેખાવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ પહેલા સુરતના અંતરિયાળ ગામડાઓમાં દીપડાએ ખેત મજુરો અને લોકોને પોતાનો શિકાર બનાવ્યા હોય તેવી ઘટનાઓ બની ચુકી છે.
ત્યારે તાપીના પેલાડ ના બુહારી ગામ નજીક દીપડો જોવા મળતા ગ્રામજનો દ્વારા વનવિભાગને તેની જાણ કરવામાં આવી છે. ગ્રામજનોની વાતને ધ્યાને લઇને વનવિભાગ દ્વારા ગામમાં પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
વ્યારામાં તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં જ બે મોટા વૃક્ષો ધરાશાયી
આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલી એક શાળામાં મોટી દુર્ઘટના બનતા બચી ગઇ હતી. આજે સવારે વ્યારાની તાલુકા શાળાની મુખ્ય ગેટ નજીક ગુલમહોર અને આમલીના બે ઝાડ ધરાશાયી થયા હતા. ધડાકાભેર આ બંને ઝાડ પડી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જોકે તાલુકા શાળા ના ગેટ પાસે જ આ બંને ઝાડ પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. આજે રવિવાર હોવાથી શાળામાં રજા હતી જેના કારણે વિદ્યાર્થીઓ ની અવરજવર ન હતી.
જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે આ બંને ઝાડ શાળાના કમ્પાઉન્ડની દીવાલ પર જ પડ્યા હતા. જેના કારણે દીવાલને પણ મોટું નુકસાન થયું છે.સવારના સમયે આ ઘટના બની ત્યારે આજે રવિવાર હોવાથી બાળકો શાળાએ આવ્યા ન હોવાથી મોટી ઘટના બનતી રહી હતી. જો કે જે સમયે આ ઘટના બની તે સમયે શાળામાં બાળકો ની અવરજવર રહેતી હોય છે.