Tapi : તાપી જિલ્લામાં ઉજવાયો સ્વાતંત્ર્ય દિવસ, ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલ નૌકા હરીફાઈને મળ્યો ભારે આવકાર

|

Aug 15, 2022 | 2:14 PM

આ વર્ષે વરસાદ (Rain )સારો થવાથી ઉકાઈ જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો સંગ્રહ થયો છે. ખેડૂતો દ્વારા પણ સારું વાવતેર થયું છે. ઉકાઈ જળાશયનું પાણી આખા વર્ષ માટે કામ લાગશે.

Tapi : તાપી જિલ્લામાં ઉજવાયો સ્વાતંત્ર્ય દિવસ, ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલ નૌકા હરીફાઈને મળ્યો ભારે આવકાર
Boat Race in Tapi District (File Image )

Follow us on

સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાનમાં તાપી (Tapi ) જિલ્લામાં સૌથી અલગ અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લાના ઉચ્છલ (Uchhal ) તાલુકાના સેલુડ ખાતે જિલ્લાની બોટ (Boat ) મંડળીઓ દ્વારા તાપી જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર નૌકા યાત્રા યોજવામાં આવી  હતી. જેમાં માછીમારો દ્વારા બોટ ઉપર ધ્વજ લગાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ સાથે નૌકા ઉપર તેમની સાથે પોલીસ જવાનો પણ તૈનાત હતા. આ સમગ્ર કાર્યક્રમ સાથે આહલાદક વાતાવરણ તિરંગામય બની ગયું  હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા એ જણાવ્યું હતું કે, આપણી આન-બાન-શાન સમા તિરંગાના ઉત્સવને માણવાનો આ અમૂલ્ય અવસર છે. તેમણે દરેક  ગ્રામજનોને હર ઘર તિરંગા કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે અપીલ કરી હતી.

તેમણે આઝાદીની લડતમાં આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાન ને ખાસ યાદ કર્યા હતા. અને  સૌ આદિવાસી બાંધવોને આ માટે ગર્વ લેવા આહવાન પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા એ જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પ્રશાસન હંમેશા નવીન કામગીરી કરવા માટે પ્રખ્યાત છે. આજે જયારે આખા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લામાં આ પ્રકારની બોટ રેસ નું આયોજન પહેલી જ વાર કરવામાં આવ્યું છે.  આ સફળ આયોજન માટે તેઓએ કલેકટરશ્રી અને ડીડીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ઉપસ્થિત દરેકને  “માછીમારી એટલે જળાશયમાં છુપાયેલું સોનુ” કહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યરત માછીમારીના વ્યવસાયને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ આગ્રહ કર્યો હતો. અંતમાં તેમણે જિલ્લા પ્રશાસન અને પદાધિકારીઓનો સાથ લઈને સેલુડ ગામ ખાતેના વિવિધ ટાપુઓ અને ઉકાઈ જળાશય ને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ તરીકે વિકસાવવા માટેના આયોજન અંગે માહિતગાર કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તેમને આ વર્ષને વાવતેરની દ્રષ્ટિએ સોળ આનાનું વર્ષ ગણાવી ઉમેર્યું હતું કે આ વર્ષે વરસાદ સારો થવાથી ઉકાઈ જળાશયમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો સંગ્રહ થયો છે. ખેડૂતો દ્વારા પણ સારું વાવતેર થયું છે. ઉકાઈ જળાશયનું પાણી આખા વર્ષ માટે કામ લાગશે. અને ખેતીમાં વૃદ્ધિ થશે.

Published On - 1:57 pm, Mon, 15 August 22

Next Article