Tapi : ઉચ્છલ તાલુકાના સેલુડ માં 75 બોટ પર રાષ્ટ્રધ્વજ લગાવી તિરંગાને સલામી અપાશે

આ ઉજવણીમાં(Celebration ) તાપી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગરપાલિકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતેથી તિરંગાનું રૂપિયા 30 ની કિંમતથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. 

Tapi : ઉચ્છલ તાલુકાના સેલુડ માં 75 બોટ પર રાષ્ટ્રધ્વજ લગાવી તિરંગાને સલામી અપાશે
National flag will be hoisted on 75 boats in Selud of Uchchal taluka and tricolor salute will be given.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:57 AM

રાજ્યભરમાં(Gujarat )  “આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી(Celebration ) થનાર છે. તાપી(Tapi ) જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે નવિન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ મત્સ્યોધોગ નિયામક ઉકાઇ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિ.ઉકાઇ, ઉકાઇ મત્સ્યોદ્યોગ સહકારી મંડલીઓ તાપી દ્વારા “તિરંગા નૌકાયાત્રા” અને “નૌકા યાત્રા હરીફાઈ”નું આયોજન* કરવામાં આવ્યું છે.

આગામી તા.13-08-2022ના રોજ સવારે 10 થી 12 કલાકે ઉચ્છલ તાલુકાના સેલુડ ખાતે 75 બોટ ધારક માછીમારો બોટ ઉપર ધ્વજ લગાવી તાપી નદી ઉપર લાઇન બદ્ધ ઉભા રહી તિરંગાને સલામી આપી ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ અંતર્ગત “તિરંગા નૌકાયાત્રા અને “નૌકા યાત્રા હરીફાઈ” યોજાશે. આ નૌકાયાત્રામાં તમામ માછીમારો પરંપરાગત વેશભૂષામાં નૌકા પર સવાર થશે. સાથે-સાથે પોલીસ જવાનો પણ નૌકા પર તૈનાત રહી તિરંગાને સલામી આપશે.

ઉપરાંત મત્સ્ય વિભાગની મંડળીઓ દ્વારા બોટ રેસ એટલે કે નૌકા યાત્રા હરિફાઇ યોજાશે. કાર્યક્રમના અંતે વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઉચિત ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં અંદાજે 298 ગ્રામ પંચાયતો, તાપી જિલ્લામા 327814 કુટુંબો, 1225 સહકારી મંડળીઓ, 930 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, 120 સરકારી અને ખાનગી ઉચ્ચતર-માધ્યમિક શાળાઓ, 812 આંગણવાડીઓ, 10 કોલેજો, 290 PHC/CHC/સબસેન્ટર/હોસ્પિટલ, 07 વેટરનીટી ક્લિનિક, 69 કચેરીઓ, 248 સસ્તા અનાજની દુકાનો, 85 પેટ્રોલ પંપ , 13 પોલીસ સ્ટેશન, વગેરે મળીને અંદાજે 3,32,357 સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવનાર છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ પણ વધે તે રહેલો છે. આ ઉજવણીમાં તાપી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગરપાલિકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતેથી તિરંગાનું રૂપિયા 30 ની કિંમતથી વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Input Credit Nirav Kansara (Tapi )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">