Tapi : વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો પાકને લઈને ચિંતિત, પાક બગડી જવાની ભીતિ

|

Jul 07, 2021 | 3:58 PM

જુલાઈ મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આમ છતાં વાવણી લાયક વરસાદ ન થતા તાપી જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. સારા ચોમાસાની આશાએ જિલ્લામાં 85 ટકાથી વધુ વિવિધ પાકોની રોપણી થઇ ચુકી છે.

Tapi : વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો પાકને લઈને ચિંતિત, પાક બગડી જવાની ભીતિ
File Photo

Follow us on

તાપી જિલ્લામાં જગતનો તાત હાલ ચિંતિત છે. ખેડૂતોમાં (Farmers) પાકને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં વરસાદ (Rain) સારો આવતા ખેડૂતોએ ખેતીની શરૂઆત હતી. પરંતુ આ બાદ તાપી જિલ્લામાં વાવણી લાયક વરસાદ ખેંચાય જતા અહીંના 50 ટકાથી વધુ ખેડૂતો જે ચોમાસા આધારિત ખેતી કરતા આવ્યા છે તેમની ચિંતા વધી છે.

હજુ સુધી સારા ચોમાસાની આશાએ જિલ્લામાં 85 ટકાથી વધુ વિવિધ પાકોની રોપણી થઇ ચુકી છે. જો આગામી એક પખવાડિયું વરસાદ ન આવે તો અહીંના ખેડૂતોને પારાવાર નુકશાની જવાની દહેશત તેમને સતાવી રહી છે.

ખેતી પર સંપૂર્ણ નિર્ભર એવા તાપી જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ વરસ્યો છે. જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. અહીં ઉકાઈ ડેમ હોવા છતાં 50 ટકા જમીન સિંચાઇ વિહોણી છે, જેને પગલે નાના કદના આદિવાસી ખેડૂતો વર્ષોથી ચોમાસા આધારિત ખેતી કરતા આવ્યા છે. હજુ સુધી જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તે ખેતી માટે પૂરતો નથી, જેને પગલે પોતાના ખેતરોમાં રોપણી કરી ચૂકેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક તરફ તાપી જિલ્લાના 50 ટકા ખેડૂતો સિંચાઈ વિહોણા તો બીજી તરફ ચાલુ વર્ષે મેઘરાજાના રીસામણા, મોંઘુ દવા-બિયારણ, મજૂરી ચૂકવ્યા બાદ પાકની રોપણી કરી અહીંના નાના કદના ખેડૂતો જયારે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે ખરા સમયે વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક બગડવાની દહેશત છે. બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકએ જણાવ્યું કે, આગામી એક પખવાડિયામાં વરસાદ ન પડશે તો અહીંના ખેડૂતોને નુકશાન જવાની ભીતિ છે.

હવામાન વિભાગની સારા વરસાદની આગાહી હજુ સુધી તાપી જિલ્લામાં સાચી પુરવાર થઇ નથી, બીજી તરફ કોરોનાના આ કપરા સમયમાં મોંઘવારી અને ઓછા વરસાદ એમ બેવડો માર સહન કરી રહેલા તાપી જિલ્લાના નાના કદના મહત્તમ આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે કુદરત તેમના પર મહેરબાન થાય અને ખેતી લાયક વરસાદ વરસે તેવી આશ લગાવી તેઓ દરરોજ આકાશ તરફ મીટ માંડી બેઠા છે.

Next Article