Tapi : ક્વોરી ઇન્ડસ્ટ્રીઝની માંગ સંતોષાતા આખરે 17 દિવસ બાદ ઉદ્યોગ ફરી ધમધમશે

|

May 18, 2022 | 6:57 PM

17 દિવસ માટે ઉદ્યોગ(Industry ) બંધ થઇ જતા  લગભગ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 15 હજારથી વધુ લોકોને આર્થિક ફટકો પડ્યો હતો. ક્વોરી પરથી માલ વહન કરતી અસંખ્ય  ટ્રકોનાં પૈડાં થંભી ગયા હતાં.

Tapi : ક્વોરી ઇન્ડસ્ટ્રીઝની માંગ સંતોષાતા આખરે 17 દિવસ બાદ ઉદ્યોગ ફરી ધમધમશે
Quarry Industry in Surat District (File Image )

Follow us on

ગુજરાતના(Gujarat ) બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની  વિવિધ 17 જેટલી માંગણી(Demand ) અંગે સરકાર(Government ) દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જે બાદ ગુજરાતભરની ક્વોરીઓનું કામકાજ સામૂહિક રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં આશરે 5 હજાર જેટલી ક્વોરીઓ સદંતર બંધ થઈ ગઇ હતી. જોકે સતત 17 દિવસ સુધી ક્વોરીઓ બંધ રાખ્યા બાદ મંગળવારે પડતર માંગણી પુરી કરવા મુદ્દે હૈયાધરપત મળતા હાલ પૂરતું નિરાકરણ આવ્યું હતું. અને તમામ ક્વોરી માલિકોને તેમના ક્વોરી પ્લાન્ટ શરૂ કરવા ગુજરાતના બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવતા ફરી એકવાર ક્વોરી ઉદ્યોગ ધમધમતો થઈ ગયો છે. આજથી સુરત અને તાપી એમ આ બે જિલ્લાની 100 જેટલી ક્વોરી ફરી એકવાર ધમધમી ઊઠશે.

બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા અન્ય પ્રતિનિધિઓ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજના અધિકારીઓની યોજાયેલી બેઠકમાં બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં ખાડા માપણી તેમજ ખનીજ કિંમત નક્કી કરવા અંગે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીના અધિકારીઓ તથા બ્લેટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવવામાં આવી હતી. અને  આગામી 3 મહિનામાં જ તેના માટે એક પોલિસી નક્કી કરવામાં આવશે.

અને જ્યાં સુધી પોલિસી નક્કી ન થાય ત્યાં સુધી રાજ્યમાં બ્લેટ્રેપ ખનીજની લીઝો તથા સ્ટોની માપણી કે દંડ કરવામાં આવશે નહીં. ખાનગી માલિકીની જમીનોમાં લીઝોની ફાળવણી કરવા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની ક્ચેરી દ્વારા સરકારમાં સાત દિવસમાં દરખાસ્ત કરવામાં આવશે. જૂની તેમજ નવી લીઝોમાં રોયલ્ટી અને પ્રિમિયમ બાબતે એકસૂત્રતા જળવાઈ રહે એ મુજબ પ્રિમિયમ નક્કી કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છે કે તાપી જિલ્લાની સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણની આશરે 40 જેટલી ક્વોરી અને સુરત જિલ્લાની 60 ક્વોરીના સંચાલકો આ હડતાળમાં જોડાયા હતા. 17 દિવસ માટે ઉદ્યોગ બંધ થઇ જતા  લગભગ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 15 હજારથી વધુ લોકોને આર્થિક ફટકો પડ્યો હતો. ક્વોરી પરથી માલ વહન કરતી અસંખ્ય  ટ્રકોનાં પૈડાં થંભી ગયા હતાં. જેના કારણે ટ્રક માલિકો, ડ્રાઇવર, ઓપરેટરો પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને આર્થિક રીતે વ્યાપક અસર થઈ હતી. ક્વોરી માલિકોની કુલ 17 પૈકીની 8 માંગ મુખ્યત્વે હતી, જેના પર નિરાકરણ લાવવાની હકારાત્મક ચર્ચા કરવામાં આવતા હાલ પૂરતો નિવેડો આવ્યો છે.

Next Article