Tapi : ત્રણ જ દિવસમાં વેક્સિનેશનની મહા ઝુંબેશમાં 40 હજાર લોકોને આવરી લેવાયા, સૌથી વધુ પ્રિકોશન ડોઝ અપાયા

|

Aug 02, 2022 | 12:24 PM

સૌથી વધારે વેક્સિનેશન (Vaccination )પ્રિકોશન ડોઝ લેનારાઓને કરવામાં આવ્યું હતું. અંદાજે 39 હજાર કરતા પણ વધારે લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.

Tapi : ત્રણ જ દિવસમાં વેક્સિનેશનની મહા ઝુંબેશમાં 40 હજાર લોકોને આવરી લેવાયા, સૌથી વધુ પ્રિકોશન ડોઝ અપાયા
Vaccination in Tapi district (File Image )

Follow us on

તાપી (Tapi )જિલ્લામાં કોવિડ(Covid ) વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ માટે બાકી લાભાર્થી તથા પ્રિકોશન ડોઝ માટેના બાકીના  લાભાર્થીઓના વહેલી તકે વેક્સિનેશન(Vaccination ) થઈ જાય તે સુનિશ્ચિત કરવા “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” યોજવાનું નક્કી કરવામાં આવેલ હતુ. જે અન્વયે તારીખ 29 જુલાઈ થી તારીખ 31 જુલાઈ દરમિયાન કોવિડ વેક્સિનેશન મહા ઝૂંબેશનું આયોજન તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ.

આ મહાઝૂંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક અંતર્ગત ઘર ઘર ફરી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઝૂંબેશ દરમ્યાન કૂલ-40,329 લાભાર્થીઓને કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં 306 પ્રથમ ડોઝ, 1009 બીજો ડોઝ અને 39,075 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન જ તંત્ર દ્વારા વેક્સિનેશન ઝુંબેશ સઘન બનાવી દીધી હતી. અને આ જ કારણ છે કે કોરોનાની ચોથી લહેર આવે તે પહેલા જ તેના પર અંકુશ મેળવી શકાયો હતો. જોકે તેમ છતાં પાછલા કેટલાક દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે ફરી એક વાર વેક્સિનેશન પર જોર વધ્યુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પ્રિકોશન ડોઝ પર સૌથી વધારે ભાર :

હજી જે લોકોએ રસીકરણનો લાભ લીધો નથી. તેમજ પ્રિકોશન ડોઝ લેવાના પણ બાકી હોય તેવા લોકો માટે સરકારે વિશેષ અભિયાન ચલાવ્યું છે. આ જ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં પણ કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે લોકો મહત્તમ આ અભિયાનનો ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને લોકોનો ખુબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. અને માત્ર ત્રણ દિવસની અંદર જ 40 હજાર કરતા વધુ લોકોએ આ રસીકરણ અભિયાનનો લાભ લીધો હતો. જેમાં સૌથી વધારે વેક્સિનેશન પ્રિકોશન ડોઝ લેનારાઓને કરવામાં આવ્યું હતું. અંદાજે 39 હજાર કરતા પણ વધારે લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.

Input Credit Nirav Kansara (Tapi )

Next Article