Gujarat Election: કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડું, વ્યારા નગર કોંગ્રેસ પ્રમુખ સહિત 300થી વધુ કાર્યકરોના કેસરિયા

|

Jun 28, 2022 | 12:08 PM

તાપી (Tapi) જિલ્લાના વ્યારા તાલુકામાં ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં વ્યારા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા

Gujarat Election: કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડું, વ્યારા નગર કોંગ્રેસ પ્રમુખ સહિત 300થી વધુ કાર્યકરોના કેસરિયા
300થી વધુ લોકો ભાજપમાં જોડાયા

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections)  પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તાપી (Tapi) જિલ્લાના વ્યારા તાલુકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં વ્યારા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં વ્યારા કોંગ્રેસના પ્રમુખ સહિત 300થી વધુ કોંગ્રેસી (Congress) તેમજ આપના (AAP) કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કેસરિયો ધારણ કર્યો છે. સી. આર. પાટિલે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

કોંગ્રેસ અને આપના કાર્યકરોના કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાં ગાબડું પાડ્યું છે. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પ્રદેશ સી.આર.પાટિલની ભાજપ પ્રમુખ અધ્યક્ષતામાં વ્યારા વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં પ્રવેશ મેળવનાર કાર્યકરોનું સી.આર.પાટીલે કેસરિયો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું

300થી વધુ લોકો ભાજપમાં જોડાયા

સોમવારે તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરમાં ભાજપનું આ વિશાળ સંમેલન યોજાયું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની હાજરીમાં વ્યારા નગર પાલિકાના કોંગ્રેસના ચાર કોર્પોરેટર સહિત વ્યારા નગર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને 300 થી વધુ કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોએ પાર્ટી છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી ગણપત વસાવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અગાઉ પણ અનેક લોકો ભાજપમાં જોડાયા હતા

ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષમાં કાર્યકરો અને મોટા નેતાઓની જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ પહેલા પણ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરી ચુક્યા છે. ત્યારે હજી પણ કાર્યકરોનો ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં કેટલાક તાલુકાઓ જ્યાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે, તે તાલુકાઓમાં પણ હવે ગાબડું પડવાનું શરૂ થઈ ગયું છે. તેમાં પણ વ્યારા તાલુકામાં અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે ત્યાં હવે કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસને ચિંતન કરવાની ફરજ ઉભી થઇ છે.

(વીથ ઇનપુટ-નીરવ કંસારા, તાપી)

Next Article