તાપી વીડિયો : ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરાઈ, રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે

તાપી: વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 10:17 AM

તાપી: વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વ્યારાના અંજલી ચેમ્બર્સ કોમ્પલેક્સ સહિતની દુકાનો સીલ કરાઇ છે. અગાઉ તંત્રએ 3 વખત નોટિસ પણ ફટકારી હતી. છોટાલાલ ટાવર કોમ્પલેક્સની દુકાનો પણ સીલ કરાઇ છે.

રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાતના રાજકોટમાં ખાનગી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં TRP ગેમ ઝોન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો.

 

આ પણ વાંચો : Sangeet Ceremony : સલમાન ખાનથી લઈને માધુરી દીક્ષિત સુધી, અનંત-રાધિકાના સંગીત સમારોહમાં બોલિવૂડમાંથી આ દિગ્ગજોની હાજરી

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">