TAPI : સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે, જાણો આ ગામની સમસ્યા

|

Dec 01, 2021 | 3:40 PM

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.

TAPI : સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે, જાણો આ ગામની સમસ્યા
તાપી : એકવાગોલાણ ગામ

Follow us on

તાપી જિલ્લાના છેવાડે આવેલ એકવાગોલણ ગામ કે જ્યાં દરેક ચૂંટણીઓમાં સો ટકા મતદાન થાય છે, પરંતુ નાનકડા એવા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ હજુ પણ પાયાની કહી શકાય તેવી કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે.

એકવાગોલણ ગામના લોકો પાયાની સુવિધા ઝંખે છે

ગુજરાત અને મહારાષ્ટ્રની હદને અડીના આવેલ તાપી જિલ્લાના એવા ઘણા ગામો છે, જે આજે પણ કેટલીય પાયાની કહી શકાય તેવી સુવિધાઓથી કોસો દૂર છે, જેમાંનું એક ગામ એટલે સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ, આ ગામ પહાડોની વચ્ચે આવેલ છે અને તાપી જિલ્લાનું સૌથી ઓછી વસ્તી ધરાવતું ગામ છે. જેથી તેનો સમાવેશ કદાચ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં કરાયો હશે, પરંતુ સમસ્યા એ છે કે આ ગામ તેની ગ્રામ પંચાયત મેઢા ગામથી આશરે 35 કિલોમીટર દૂર છે, એટલે મેઢા ગ્રામ પંચાયતનું એકવાગોલણ ગામવાસીઓને કોઈપણ કામ હોય તો મહારાષ્ટ્ર થઈ બાર જેટલા ગામોમાંથી પસાર થઈને જવું પડે છે, જેથી તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આદિવાસી ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.

ખેતી પશુપાલન પર સંપૂર્ણ નિર્ભર એવા એકવાગોલણ ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, જે આજેપણ ઘણી પાયાની સુવિધાઓથી વંચિત છે, આરોગ્ય, રેશનિંગનું અનાજ, બસની અસુવિધા, મોબાઈલ ટાવરની અસુવિધા, ખેતી માટે વીજળી, રસ્તા જેવી સમસ્યાઓથી ઝઝૂમતા આ ગામમાં નથી કોઈ રાજકીય નેતા ફરકતું કે નથી કોઈ અધિકારી, આઝાદી કાળથી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા ગુજરાતના આ ગામને ગતિશીલ ગુજરાત કહેનાર રાજકારણીઓ આ ગામને પડખે ક્યારે આવશે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો : કોંગ્રેસે કહ્યુ કે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને 5 કરોડ આપે સરકાર, સરકારે કહ્યું આવા ખેડૂતોનો કોઈ રેકોર્ડ નથી, આર્થિક સહાયનો પ્રશ્ન જ નથી

આ પણ વાંચો : NARMADA : પ્રાથમિક શાળાઓ શરૂ, પરંતુ મધ્યાહન ભોજન યોજના હજુ બંધ

Next Article