AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને જિનસેંગ એટલે શું તે તો ખબર હશે પણ તેના ફાયદા વિશે ખબર છે? જાણો આ એનર્જી બુસ્ટર જડીબુટ્ટીનાં વિશેષ લાભ

આયુર્વેદમાં હજારો વર્ષોથી જિનસેંગનું નામ ખુબ ચલણમાં છે. આ એક ઔષધિ છોડ છે, જેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે થાય છે. આ છોડમાં જે ગુણ છે, તે આયુર્વેદમાં બીજી કોઈ અન્ય જડીબુટ્ટીમાં નથી. જીનસ પેનાક્સ નામના છોડના મૂળને જિનસેંગ કહેવાય છે. દુનિયામાં જિનસેંગની 11 પ્રજાતિઓ છે. આવો જાણીએ તેના ફાયદા. 1). જિનસેંગ એક એનર્જી […]

તમને જિનસેંગ એટલે શું તે તો ખબર હશે પણ તેના ફાયદા વિશે ખબર છે? જાણો આ એનર્જી બુસ્ટર જડીબુટ્ટીનાં વિશેષ લાભ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:07 PM
Share

આયુર્વેદમાં હજારો વર્ષોથી જિનસેંગનું નામ ખુબ ચલણમાં છે. આ એક ઔષધિ છોડ છે, જેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે થાય છે. આ છોડમાં જે ગુણ છે, તે આયુર્વેદમાં બીજી કોઈ અન્ય જડીબુટ્ટીમાં નથી. જીનસ પેનાક્સ નામના છોડના મૂળને જિનસેંગ કહેવાય છે. દુનિયામાં જિનસેંગની 11 પ્રજાતિઓ છે. આવો જાણીએ તેના ફાયદા.

1). જિનસેંગ એક એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે. તેમાં જોવા મળતા પોષકતત્વો થાક દૂર કરે છે. તેનાથી કેન્સર જેવી બીમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

2). તે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. તેમાં એન્ટી ઓબેસિટી ગુણ હોય છે. તે શરીરમાં પાચનક્રિયા સારી કરે છે. યૌન સંબંધિત રોગોમાં સુધારો લાવવા પણ તે મદદ કરે છે.

3). જમવાના બે કલાક પહેલા 3 ગ્રામ જિનસેંગનું ભોજન પછી ટાઈપ 2 ડાયાબીટીસ ના રોગીઓમાં વધનારી શર્કરાની માત્રાને કંટ્રોલ કરે છે. અલઝાઇમરના લક્ષણો એટલે કે યાદદાસ્ત ઓછી થવાના કેસમાં પણ મદદ કરે છે.

4). માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. સાથે જ બીજી કેટલીક સંક્રમણની બીમારીઓ સામે લડવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે.

5). વૃદ્ધત્વ અટકાવે છે, તેમાં એન્ટી એજિંગ ગુણો આવેલા છે. ઉંમર વધવા છતાં ત્વચા સારી રહે છે. સાથે જ ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ સામે લડવા મદદ કરે છે. એન્ટી ઇનફ્લેમેન્ટરી ગુણના કારણે સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે.

6). જિનસેંગના પાઉડરની કે તેના મૂળની ચા બનાવીને સવાર સાંજ પી શકાય છે. તેને કોફી બનાવવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

7). તેને વાપરતી વખતે ધ્યાનમાં રાખો કે તે વધારે સૂકી ન હોય, મૂળમાં વધારે પડતી ગાંઠો ન હોય અને વધારે કટ પણ ન હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">