છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂ વકર્યો, રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂ વકર્યો, રાજ્ય આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઇન ફલૂ વકર્યો છે અને સ્વાઈન ફલૂ કારણે વધુ ત્રણ દર્દીઓનાં મોત થયા છે.ત્યારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ  કુલ 50 લોકો  ભોગ લીધો છે.ત્યારે  છેલ્લા 24 કલાક માં ભાવનગર, ભરૂચ અને કચ્છ ખાતે એક-એક દર્દીનાં મોત થયાં છે. બીજી તરફ 24 કલાક માં  કુલ ૮૨ કેસો નોંધાયા છે,જેમાં સૌથી કેસો અમદાવાદ શહેરમાં  નોંધાયા છે.અમદાવાદ […]

Sachin Kulkarni

| Edited By: Parth_Solanki

Feb 07, 2019 | 5:38 PM

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઇન ફલૂ વકર્યો છે અને સ્વાઈન ફલૂ કારણે વધુ ત્રણ દર્દીઓનાં મોત થયા છે.ત્યારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ  કુલ 50 લોકો  ભોગ લીધો છે.ત્યારે  છેલ્લા 24 કલાક માં ભાવનગર, ભરૂચ અને કચ્છ ખાતે એક-એક દર્દીનાં મોત થયાં છે.

બીજી તરફ 24 કલાક માં  કુલ ૮૨ કેસો નોંધાયા છે,જેમાં સૌથી કેસો અમદાવાદ શહેરમાં  નોંધાયા છે.અમદાવાદ શહેર માં ૨૭ કેસ સામે આવ્યા છે.સ્વાઈન ફલૂના કેસ મામલે ગુજરાત દેશમાં ત્રીજા અને મૃત્યુ મામલે દેશમાં અત્યારે બીજા નંબરે છે.

ત્યારે વલસાડ ખાતે એક તાલીમ કાર્યક્રમ માં હાજરી આપવા આવેલા રાજ્ય આરોગ્ય કમિશનર જયંતિ રવિ એ સ્વાઈન ફલૂ અંગે વિડીયો કોંફ્રેન્સ  ની મદદ થી તમામ જિલ્લા ના આરોગ્ય વડા  સાથે સીધી  વાતચીત કરી હતી.

રાજ્યના તમામ આરોગ્ય  વિભાગ ને  સજાગ રહેવાની સલાહ આપતા  આરોગ્ય કમિશનરે રાજ્ય માં હાલ અમદાવાદ  સ્વાઈન ફલૂ ને મામલે એલર્ટ પર હોવાનું જણાવ્યું હતું.ચાલુ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કુલ ૧૦૩૭ કેસ નોંધાયા છે, જે પૈકી ૫૯૯ દર્દી સાજા થયા છે જ્યારે ૩૮૮ દર્દી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને 50 દર્દી મોતને ભેટયા છે ત્યારે આવતા બે અઠવાડિયા સુધી સ્વાઈન ફલૂ  હજી  પણ વકરશે  તેમ  આરોગ્ય કમિશનરે જાણવાયું હતું અને રાજ્ય નું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati