અમદાવાદની SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ, નવા દર્દીઓને NO ENTRY
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઈ ગયા છે. જેના પગલે પાછલા 24 કલાકમાં 108માં ઈમરજન્સી સારવાર માટે આવતા 10થી વધારે દર્દીઓને પરત મોકલવામાં આવ્યા છે. 108માં આવતા દર્દીઓને પ્રાથમિક ઉપચાર આપીને અન્ય ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે. જેના લીધે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ […]
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઈ ગયા છે. જેના પગલે પાછલા 24 કલાકમાં 108માં ઈમરજન્સી સારવાર માટે આવતા 10થી વધારે દર્દીઓને પરત મોકલવામાં આવ્યા છે. 108માં આવતા દર્દીઓને પ્રાથમિક ઉપચાર આપીને અન્ય ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.
જેના લીધે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ ગયા છે. 1500 બેડની ક્ષમતાવાળી SVP હોસ્પિટલ ઉતાવળે માત્ર 400 બેડ સાથે શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત
SVP હોસ્પિટલના 300 બેડ, ICUના 100 બેડ હાઉસફુલ થઈ જતા દર્દીઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે દર્દીઓની ફરિયાદ છે કે 108 સેવાને પહેલાથી જાણ કરવાની જરૂર હતી. જેથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જ સીધા ખસેડીને વહેલી સારવાર આપી શકાઈ હોત. SVP હોસ્પિટલના જનઔષધિ કેન્દ્રમાં દવાઓનો પૂરતો જથ્થો ન હોવાની પણ દર્દીઓ ફરિયાદ કરી રહ્યાં છે.