સુરેન્દ્રનગરમાં પિયત માટે મુકેલા મશીનોમાંથી હેડબ્લોક અને ઓટોમાઇઝરની ચોરી કરનાર તસ્કર ઝડ્પાયો, 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

|

Jan 11, 2023 | 11:56 AM

આ અગાઉ પણ જામનગર, સાયલા અને લીંબડી પોલીસ સ્ટેશનમા આરોપી સામે અનેક ગુના નોંધાયા છે. પોલીસે હાલમાં આરોપી મહેબુબ, મશીનોમાંથી હેડબ્લોકની ચોરી કરીને કોને વેચતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં પિયત માટે મુકેલા મશીનોમાંથી હેડબ્લોક અને ઓટોમાઇઝરની ચોરી કરનાર તસ્કર ઝડ્પાયો, 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Smugglers who stole headblock from Surendranagar clashed, police seized a total of Rs 3.80 lakh

Follow us on

શિયાળાની ઋતુમાં ચોરીની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે ખેતર પર મુકવામાં આવેલ મશીનમાંથી હેડબ્લોકની ચોરી કરવાની ઘટના સામે આવી છે. આ તસ્કરોની ટોળકીને પકડવા માટે પોલીસની કોશિશ સફળ થઈ હતી. જેમાં વઢવાણ પોલીસે આરોપી મહેબુબની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 48 હેડબ્લોક સહિત કુલ 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યુ હતું કે, તે મોડી રાત સુધી ઈકો કારમાં નર્મદા કેનાલ પર રેકી કરતો હતો. જ્યારે પણ ચોરી કરવા માટે સંજોગો બનતા દેખાય ત્યારે તે ખેડૂતોના મશીનો અને ખેત ઓજારોની ચોરી કરતો હતો.

પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આ અગાઉ પણ જામનગર, સાયલા અને લીંબડી પોલીસ સ્ટેશનમા આરોપી મહેબુબ સામે અનેક ગુના નોંધાયા છે. હાલમાં પોલીસ આરોપી મહેબુબ મશીનોમાંથી હેડબ્લોકની ચોરી કરી કોને વેચતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના ખેડૂતો તેમના મશીન કેનાલ પર મુકે છે. જ્યારે સરકાર સીંચાઈ માટે પાણી છોડે ત્યારે ખેડૂતો મશીનમાં પાઈપ ફીટ કરી પોતાના ખેતરમાં પાણી સીંચાઈ માટે પાણી લે છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના માળોદ, ટીંબા સહીતના ગામોના ખેડૂતોએ માળોદ કેનાલ પર મશીનો મુકયા છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી કેનાલો પર મુકેલા મશીનોમાંથી હેડ બ્લોકની ચોરી થયાની ઘટનાઓ સામે આવી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શા માટે ચોરાય છે હેડ બ્લોક અને શું કરે છે તેનું

ખેડૂતોના મશીનોમાંથી હેડબ્લોકની ચોરી સૌથી વધારે થતી જોવા મળે છે. આ અંગે મળતી માહીતી મુજબ મશીનમાં હેડ બ્લોક મશીનનો અગત્યનો પાર્ટસ છે. જો કોઈ મશીનનો હેડ બ્લોક ખરાબ થયા તો તેના સ્થાને આ હેડબ્લોક નાંખવામાં આવતા હોય તેવુ હાલ લાગી રહ્યુ છે. જેમાં તસ્કરો રૂપિયા 8 હજારના હેડ બ્લોક ચોરીને કરીને ઓછા રુપિયામાં વેચી દેતા હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.

Next Article