Surendranagar : બ્લેક મનીને વ્હાઇટ કરવાની લાલચ પડી મોંઘી, વેપારીએ ગુમાવ્યા 20.55 લાખ રૂપિયા

|

Jul 09, 2021 | 2:38 PM

જુનાગઢમાં વેપારી પેઢી ચલાવતા ચેતનભાઇએ વઢવાણના આરોપી ભવાની અને કરણ સાથે મળીને GST બિલમાં ગોલમાલ કરવાની ડિલ(Deal) કરી હતી, જોકે આ સમગ્ર ઘટનામાં વેપારીએ 20.55 લાખ ગુમાવવા પડ્યા.

Surendranagar : બ્લેક મનીને વ્હાઇટ કરવાની લાલચ પડી મોંઘી, વેપારીએ ગુમાવ્યા 20.55 લાખ રૂપિયા
Trader loses Rs 20.55 lakh

Follow us on

ગુજરાતી કહેવત મુજબ, લોભીયા હોય ત્યા ધુતારા ભૂખે ન મરે આ કહેવત સાર્થક કરતો કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે. કાળા નાણાને ધોળા કરવાની લાલચમાં જૂનાગઢના વેપારીએ 20.55 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

જૂનાગઢમાં વેપારી પેઢી ચલાવતા ચેતનભાઇએ વઢવાણના આરોપી ભવાની અને કરણ સાથે મળીને GST (Goods and Service Tax) બિલમાં ગોલમાલ કરવાની ડિલ(Deal) કરી હતી. જોકે, સરકારનો ટેકસ (Government Tax) ભરવામાંથી છટકવાનો પ્રયાસ કરવો આ વેપારીને ભારે પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં તેમણે 20.55 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

જૂનાગઢના ચેતનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વઢવાણના અમુક વ્યકિતઓ GST સાથેના ખોટા બિલો આપતા હોવાની વાત કરી હતી. અને સરકારને ટેક્સ ભરવામાંથી મુક્તિ મેળવવા માટે  તેમના ભાગીદાર સાથે વઢવાણ આવ્યા હતા. અને GST બિલમાં ગોલમાલ કરવા અંગે ડિલ કરવામાં આવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

GST બિલ મેળવવા માટે  ચેતનભાઈ અને તેમના ભાગીદાર વઢવાણ આવ્યા હતા. જોકે બાદમાં GST બિલ ન આપતા ચેતનભાઈ અને આરોપીઓ વચ્ચે રકઝક થઈ હતી.  ત્યારે આરોપી ભવાની અને કરણ બન્ને ચેતનભાઇ પટેલને રિવોલ્વરના સહારે રૂપિયા 20.55 લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવીને બાદમાં ફરાર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, ચેતનભાઈએ વઢવાણ પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ(Police Officer) સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, પોલીસે ફરાર થયેલા આરોપીઓને ઝડપવા માટે શહેરના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી છે. મહત્વનું છે કે, ધોળા દિવસે લુંટની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે

Next Article