રાજ્યમાં મેઘરાજા મહેરબાન : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘો, આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી

|

Jun 20, 2022 | 8:02 AM

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની(Rain Forecast)  આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મેઘરાજા મહેરબાન : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘો, આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી
Rain Forecast in Gujarat

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સતાવાર રીતે ચોમાસું (monsoon 2022) બેસી ગયું છે અને અનેક વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ સુધીમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની(Rain Forecast)  આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી તાપી જિલ્લામાં અને સૌરાષ્ટ્રના(Saurashtra)  જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે, તો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં પણ ભારે વરસાદ પડશે.હવામાન વિભાગે આગાહી સાથે ચેતવણી પણ આપી છે કે, માછીમારોએ દરીયો ન ખેડવો, દરીયામાં ઊંચા મોજા અને કરંટ સક્રિય થઈ શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર

શનિવારે અમદાવાદના (Ahmedabad) ધંધુકામાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધંધુકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ઉપરાંત  બોટાદના બરવાળા અને પાળીયાદ વિસ્તારોમાં સાંજના સમયે મેઘ મહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ધંધૂકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ

અમદાવાદના ધંધુકામાં બપોર બાદ વરસાદ ખાબક્યો હતો.અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડતા મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી. ધંધુકા અને રાયકા, ખડોળ, જાળિયા, પડાંણા, રોજકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ઉપરાંત ભારે વરસાદના પગલે હાઈ વે પર વિઝિબ્લિટી ઓછી થતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

 

Next Article