Gandhinagar : ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન મળશે પ્રદેશ ભાજપની કારોબારી

|

Jan 18, 2023 | 11:08 AM

આ સિવાય 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 કાયમી આમંત્રિત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.

Gandhinagar : ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન મળશે પ્રદેશ ભાજપની કારોબારી
Gujarat BJP karobari bethak

Follow us on

ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થયા બાદ બાદ હવે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. આ બેઠક સુરેન્દ્રનગરમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો સહિત કારોબારીના હોદેદારો ભાગ લેશે. તેમજ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે સાથે જ પ્રદેશ કારોબારીની બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં મળેવી ભવ્ય જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવશે. બેઠકમાં પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પાસ થશે. ઉપરાંત મિશન 2024 માટેના રોડ મેપ અંગે પણ ચર્ચા થશે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી શું છે?

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પક્ષનુ સર્વોચ્ચ એકમ છે. તેમાં કુલ 80 સભ્યો છે. આ સિવાય 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 કાયમી આમંત્રિત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ એક એવી બેઠક હોય છે, કે રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય કાર્યકારિણીની સંમતિ લીધા પછી જ નિર્ણયો લેવાના હોય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો કોણ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત પાર્ટી શાસિત રાજ્યોના 12 મુખ્ય પ્રધાન અને પાંચ નાયબ મુખ્ય પ્રધાન, 35 કેન્દ્રીય પ્રધાન, 17 રાજ્ય સ્થિત પાર્ટીના નેતાઓ, લગભગ 350 નેતાઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે. ભાજપની સત્તાવાર વેબસાઇટ પર રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્યોની યાદી જાહેર કરાયેલ છે. આ યાદી મુજબ, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવિષ્ટ અગ્રણી સભ્યો નીચે મુજબ છે.

નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, ડૉ મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, વિશાલ જોલી, કન્ના લક્ષ્મીનારાયણ, કિરેન રિજિજુ, બિજોયા ચક્રવર્તી, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, ભાગીરથી દેવી, નિત્યાનંદ રાય, સરોજ પાંડે, અજય ચંદ્રાકર, લતા યુસેન્ડી, ડૉ.હર્ષવર્ધન, ડૉ સુબ્રહ્મણ્યમ, જયશંકર, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, મનોજ તિવારી, શ્રીપદ યેસો નાઈક, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, કૃષ્ણ પાલ ગુર્જર, સુનીતા દુગ્ગલ, અનુરાગ ઠાકુર, જીતેન્દ્ર સિંહ, પ્રહલાદ જોષી, નિર્મલા સીતારામન, વી મુરલીધરન, કુમ્માનમ રાજશેખરન, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરોત્તમ મિશ્રા, પ્રકાશ જાવડેકર, ડૉ. વિનય સહસ્રબુદ્ધે, ચિત્રા કિશોર વાળાનો સમાવેશ થાય છે.   

Published On - 11:03 am, Wed, 18 January 23

Next Article