સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : બન્ને કુખ્યાત આરોપીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, જાણો શું કહ્યું

Surendranagar Encounter : બંને આરોપીઓના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 7:52 PM

SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ દ્વારા બે કુખ્યાત ગુનેગારોના થયેલા એન્કાઉન્ટરમાં હવે નવો વળાંક આવ્યો છે. બંને આરોપીઓના પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. મૃતકના પરિજનોનો પોલીસ પર આરોપ છે કે પોલીસે ઘરમાં ઘુસીને ફાયરિંગ કર્યુ છે. આ સાથે જ મૃતકના પરિજનોએ ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક આજે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હનીફખાન ગેડીયા ગુજસીટોકના ફરાર આરોપી હોવાની બાતમી મળતા માલવણના PSI વી.એન.જાડેજા અને તેમની ટીમ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ PSI વી.એન.જાડેજા પર કર્યા હતા અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ PSI વી.એન.જાડેજા પર હુમલો કરતા PSIને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે

આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Follow Us:
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
g clip-path="url(#clip0_868_265)">