પાણીની પારાયણ : ધાંગધ્રામાં તંત્રએ સિંચાઈની પાઈપ લાઈન તોડી નાખતા ખેડૂતોમાં ઉકળતો ચરૂ

|

Jun 06, 2022 | 1:26 PM

તંત્રએ SRP બંદોબસ્ત સાથે ખેડૂતોએ મૂકેલા મશીનોની લાઇનો તોડી નાખી છે અને ખેડૂતોને સિંચાઈના પાણી લેતા અટકાવ્યા છે.પાણી વગર પાક સુકાઈ જતા ખેડૂતોએ સિંચાઈના (Irrigation) પાણીની સરકાર પાસે માગ કરી છે.

પાણીની પારાયણ : ધાંગધ્રામાં તંત્રએ સિંચાઈની પાઈપ લાઈન તોડી નાખતા ખેડૂતોમાં ઉકળતો ચરૂ
File Photo

Follow us on

Surendranagar : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં (Dhrangadhra)સિંચાઈ માટે પાણી લેતા ખેડૂતોની પાઈપ લાઈન તંત્રએ તોડી નાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.મહત્વનું છે કે, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી સિંચાઇ માટે પાણી લેતા ખેડૂતોની (Farmer) લાઈન તોડી નાખવામાં આવી છે.તંત્રએ SRP બંદોબસ્ત સાથે ખેડૂતોએ મૂકેલા મશીનોની લાઇનો તોડી નાખી છે અને ખેડૂતોને સિંચાઈના પાણી લેતા અટકાવ્યા છે.પાણી વગર પાક સુકાઈ જતા ખેડૂતોએ સિંચાઈના (Irrigation) પાણીની સરકાર પાસે માગ કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ખેડૂત આગેવાનોએ જળસમાધિની ચીમકી ઉચ્ચારી

તમને જણાવી દઈએ કે, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની (Water Crisis) માગ ઉગ્ર બની રહી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો જળસમાધિ લેવામાં આવશે. ખેડૂત આગેવાનોની જળસમાધિની ચીમકી બાદ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ પાણીની માગને લઈને નર્મદા કેનાલ પર ધરણા કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું..જોકે આજદિન સુધી તંત્ર દ્વારા ખેડૂતોની માગની દરકાર ન લેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂત આગેવાનની જળ સમાધીની જાહેરાત બાદ અન્ય ખેડૂતો પણ જળ સમાધીની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Next Article