Surendranagar: લીંબડી- રાણપુર હાઇવે પર ગંભીર અકસ્માત, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત

|

Jun 04, 2022 | 7:13 PM

આ અકસ્માતમાં (Accident) અન્ય બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

Surendranagar: લીંબડી- રાણપુર હાઇવે પર ગંભીર અકસ્માત, બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત
Accident on limbadi highway

Follow us on

લીંબડી– રાણપુર હાઇવે (Limbadi Ranpur Highway) પર વેજલકા ગામના પાટીયા પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી જતા એક બાળક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ માલવાહક પીકઅપ વાહનમાં પુસ્તકો ભરેલા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ પહેલા પણ ગોઝારો અકસ્માત સર્જાયો હતો

થોડા દિવસો અગાઉ લીંબડી અમદાવાદ હાઈવે (Limbadi Ahmedabad Highway) પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ (Limbadi Hospital) ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટના યુવાનો રાજસ્થાનમાં (Rajasthan) લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તમને જણાવી દઈએ કે, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત

આ પહેલા મહિસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા, જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

Next Article