Surendranagar: કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં હોબાળો

|

May 02, 2021 | 6:09 PM

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યઓએ વિરોધ કરતા બેઠક સમેટાઈ લેવામાં આવતા રાજકીય ગરમવો વ્યાપી ગયો હતો.

Surendranagar: કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં હોબાળો
કુંવરજી બાવળીયા - ફાઇલ ફોટો

Follow us on

Surendranagar: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક જીલ્લાઓમાં કોરોના મહામારીને રોકવા ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યઓએ વિરોધ કરતા બેઠક સમેટાઈ લેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.

 

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના માહામારીને ધ્યાને લઈ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિકભાઈ મકવાણા સહિતના કોંગ્રેસના આગેવાનો ચાલુ બેઠકમાં હોલમાં આવી પહોંચ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યની અવગણના કરી માત્ર ભાજપના ધારાસભ્યો અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હોવાનો અને આ સમીક્ષા બેઠક નહીં, પરંતુ ભાજપનું કાર્યલય બનાવી દીધુ હોવાનો આક્ષેપ કરી મંત્રી સહિત ભાજપ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા.

 

ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રકઝક કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગણતરીની મિનિટોમાં સમેટી લઈ મંત્રી અને આગેવાનોએ નવા સર્કીટ હાઉસ તરફ ચાલતી પકડી હતી. જ્યાં કોગ્રેસના ધારાસભ્યઓએ આકારા પ્રહારો કરી જીલ્લામાં કોરોના માહામારી નાબુદ કરવા તેમજ દર્દીઓને ઓક્સિજન ઈન્જેક્શન બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવા તંત્ર અને સરકાર નિષ્ફળ નિવડીયા હોવાનો આક્ષેપ કર્યો હતો

 

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભાજપ સરકાર દ્વારા રાજકીય ભેદભાવ ભુલી કોંગ્રેસના ધારાસભ્યને સંકલનમાં રાખી કોરોના મહામારી રોકવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવાની માગ કરી હતી. જ્યારે મંત્રી કુંવરજી બાવળીયાએ તમામ આક્ષેપને નકારી કાઢી વહીવટી તંત્રના સંકલનના આભાવે કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ ન આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ અને કોરોના મારામારીની સ્થિતિ અંગે જીલ્લા કલેકટર, આરોગ્ય વિભાગ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કોરોના દર્દીઓ માટે તમામ પ્રકારની ખુટતી સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી.

 

આ પણ વાંચો : આ ગામના યુવાનોએ પોતાના ખર્ચે ઓક્સિજનની 100 બોટલો વસાવી, વિના મૂલ્યે આપે છે દર્દીઓને

Next Article