આ ગામના યુવાનોએ પોતાના ખર્ચે ઓક્સિજનની 100 બોટલો વસાવી, વિના મૂલ્યે આપે છે દર્દીઓને

પોતાના ધંધા રોજગાર ઠપ્પ થયા છે ત્યારે માનવ સેવામાં યુવા શક્તી કામે લાગી છે અને દર્દીઓની સેવવા કરે છે.

  • tv9 webdesk39
  • Published On - 17:13 PM, 2 May 2021
આ ગામના યુવાનોએ પોતાના ખર્ચે ઓક્સિજનની 100 બોટલો વસાવી, વિના મૂલ્યે આપે છે દર્દીઓને
ફાઇલ ફોટો

દેશભરમાં ઓક્સિજનની અછતને લઈ અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે ગીર સોમનાથમાં પણ ઓક્સિજનની અછત છે ત્યારે કોડીનારના સરખડી ગામના યુવાનોએ પોતાના ખર્ચે ઓક્સિજનની 100 બોટલો લાવી ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓના જીવ બચાવી રહ્યા છે. પોતાના ધંધા રોજગાર ઠપ્પ થયા છે ત્યારે માનવ સેવામાં યુવા શક્તી કામે લાગી છે સાથે તબીબોને પણ વ્યાજબી ભાવે સારવાર કરવા અપીલ કરી રહ્યા છે.

ગીર સોમનાથના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને કોડીનાર સહીત જીલ્લાભરમાં ઓક્સિજનની અછત વર્તાઇ હતી. ત્યારે કોડીનાર તાલુકાના સરખડી ગામના યુવાનોનું ગ્રુપ આગળ આવ્યું છે. અને લાખો રૂપિયા ખર્ચી આશરે ઓક્સિજનની 70 થી 100 જેટલા બાટલા ભાવનગર ખાતેથી લાવી લોકોને વિના મુલ્યે પહોંચાડી શ્વાસનું દાન કરી રહ્યા છે. કોડીનાર તાલુકા ગ્રામ્ય વિસ્તારો અને કોડીનાર બહારના વિસ્તારોમાં જ્યાં જ્યાં ઓક્સિજનની જરૂર પડે ત્યાં યુવાનો જાતે ઓક્સિજનના બાટલા આપી લોકોની મદદ કરી રહ્યા છે.

સરખડીના યુવાનો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ થયેલા અને ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને ઓક્સિજન પહોંચાડે તેવું નથી પરંતુ કોડીનારની રાનાવાળા હોસ્પિટલ, ડોલાસા સરકારી હોસ્પિટલ સહિત ખાનગી તબીબોને ત્યાં જે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે તમામ હોસ્પિટલોને પણ ઓક્સિજનની બોટલો આપી અનેક લોકોના જીવ બચાવી રહ્યા છે યુવાનો ખાલી થયેેલી ઓક્સિજનની બોટલોને ભાવનગર ફરી ગેસ ભરી દર્દીઓને પહોંચાડી રહયા છે. 24 કલાક આ યુવાનોએ રાત દિવસ ઓક્સિજનની કમીને પુરી કરી અનેક લોકોના જીવ બચાવ્યા છે.