Gujarati Video : સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશનનું તંત્ર એકશનમાં, આરોગ્ય વિભાગે બે લાખથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું
મચ્છરના બ્રિડિંગ શોધવા મનપાની આરોગ્ય ટીમે બે લાખથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું હતું. જયાં અલગ-અલગ જગ્યા પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા 1.53 લાખનો દંડ ફટકાર્યો હતો
Surat : સુરતમાં રોગચાળો (disease) વધી રહ્યો છે. જુલાઇ મહિનામાં માત્ર પાંચ દિવસમાં મેલેરિયાના 5 , ટાઈફોડ 7 અને ગેસ્ટ્રો 20 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં પણ મેલેરિયાના 38, ટાઈફોડના 42, ગેસ્ટ્રોના 83 કેસ નોંધાયો છે. તો સુરતમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશનનું (Corporation) તંત્ર એકશનમાં આવી ગયું છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો- Breaking News : રાજ્યમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, અમરેલી, આણંદ સહિતના જિલ્લામાં અપાયુ રેડ એલર્ટ
મચ્છરના બ્રિડિંગ શોધવા મનપાની આરોગ્ય ટીમે બે લાખથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું હતું. જયાં અલગ-અલગ જગ્યા પરથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા 1.53 લાખનો દંડ ફટકાર્યો હતો અને ઘરોમાં મચ્છરની ઉત્પત્તિ બદલ 518 ઘરોને નોટિસ ફટકારી હતી. હજુ પણ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરની તપાસ કરશે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો