Surat: ડુમસ બીચ પર જનારાઓ માટે પોલીસે બહાર પાડ્યું ફરમાન, જાણો તેની પાછળ શું છે કારણ?

|

May 30, 2022 | 5:23 PM

ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક બીચ પર બેરીકેડ મૂકી દેવામાં આવ્યું છે અને પોલીસ પણ ગોઠવામાં આવી છે.

Surat: ડુમસ બીચ પર જનારાઓ માટે પોલીસે બહાર પાડ્યું ફરમાન, જાણો તેની પાછળ શું છે કારણ?
Dumas Beach (File photo)

Follow us on

સુરત (Surat) શહેરનો જાણીતો બીચ જ્યાં લોકો રજાના દિવસે ફેમિલી સાથે ફરવા જતા હોય છે તે સુરતનો ડુમસ બીચ (Dumas Beach) મોટું પ્રવાસન સ્થળ છે. શહેરના લોકો વારે તહેવારે અને વેકેશનમાં ગુજરાતભરના પ્રવાસીઓ ડુમસ બીચની મુલાકાત લેતા હોય છે. ત્યારે સુરત પોલીસ (Police) લોકોની સુરક્ષા માટે એક નિર્ણય લીધો છે. બીચ પર ફોર વહીલ ગાડી લઈ જવા દેવામાં આવશે નહીં કારણ કે સુરતમાં આ બીચ પર વારંવાર કોઈ ફોર વ્હીલ ગાડી ફસાઈ જવાની ઘટના બનતી હોય છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આ નિર્યણ લેવામાં આવ્યો છે.

સુરત શહેરની એક ઓળખ સમાન ગણાતી વસ્તુઓમાં ડુમસ બીચનો પણ સમાવેશ થાય છે ત્યારે આ બીચ ઉપર કાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ સુરત પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. અત્યાર સુધી તો ફોર વ્હીલ કાર લઇ જવા દેવામાં આવતી હતી પણ આ ડુમસ બીચ પર વારંવાર કાર ડૂબી જવાની ઘટનાઓ બનતી હતી અને લોકો મજા કરવા માટે ફેમેલી સાથે જતા હોય છે ત્યાં આવી ઘટના બને ત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં પણ અચાનક ભરતી આવે અને વાહન દરિયા કિનારે ફસાઈ જતું હોય છે. માટે લોકોના જીવને જોખમ ઉભું થતું હતું. જેથી હવે ડુમસ બીચ પર કાર લઈને જશો તો દંડાત્મક કાર્યવાહી થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુરત પોલીસ દ્વારા લોકોના જીવને જોખમ ઉભું ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને સુરત પોલીસના ઝોન 3ના ડીસીપી દ્વારા આ બાબતે તપાસ કરી અને બાદમાં ડુમસ પોલીસ સ્ટેશનને સૂચના કરતા ડુમસ પોલીસ સ્ટેશન પીઆઇ અંકિત સોમિયા દ્વારા તાત્કાલિક બીચ પર બેરીકેડ કરવામાં આવ્યું અને પોલીસ પણ ગોઠવામાં આવી છે. સાથે તહેવાર કે રજાના દિવસે પોલીસ બાઇક પર સતત બીચ પર પેટ્રોલિંગ પણ કરશે અને જો કોઈ વાહન બીચ પર દેખાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે પછી લોકો કોઈ ભૂલ કરશે તો તેમની સાથે કાર્યવાહી અને દંડ ની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવશે. આમ તો દર રવિવારે કોઈ ને કોઈ વિડીયો સામે આવતો હોય છે કે કોઈની ગાડી ફસાઈ ગઈ, પણ અત્યાર સુધી કોઈ બીચ પર ગાડીઓ લઈ જતા રોકવામાં આવતી નહોતી તેથી સુરતના આ બીચ પર લોકો ગાડી લઈને જતા હતા.

Next Article