Surat: સુવાલીના દરિયામાં 5 યુવાન ડૂબ્યા, એકને બચાવાયો, એકની લાશ મળી, 3 લાપત્તા

યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા અને પાણી સાથે મસ્તી કરતાં થોડા દુર પહોંચી ગયા હતા અને દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જોકે ત્યાં હાજર લોકોએ એક યુવાનને બચાવી લીધો હતો પણ બાકીના ડુબી ગયા હતા.

Surat: સુવાલીના દરિયામાં 5 યુવાન ડૂબ્યા, એકને બચાવાયો, એકની લાશ મળી, 3 લાપત્તા
5 youths drowned in Suvali sea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 11:46 PM

સુરત (Surat)  નજીક સુવાલી (Suvali) ના દરિયામાં પાંચ વ્યક્તિઓ ડૂબ્યા (drowned) હતા. જેમાંથી એક યુવાનને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું છે. અન્ય ત્રણ વ્યક્તિઓ હજી પણ લાપતા છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી પણ મોડી રાત સુધી તેમની કોઇ ભાળ મળી નથી. ભટાર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સાગર પ્રકાશ સાલવેનું મોત થયું છે. જ્યારે ઇચ્છાપોરમાં રહેતા સચિનકુમાર જાતવ લાપતા છે. જ્યારે અન્ય બે લાપતા યુવાનોની ઓળખ થઈ નથી.

સુરતની નજીક આવેલો સુવાલી બીચ સહેલાણીઓ માટે પસંદગીનું સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો દરિયામાં નહાવાની મસ્તી માણવા માટે આવતા હોય છે. આવી જ રીતે સુરતમાં રહેતા પાંચ યુવાનો સુવાલી બીચ પર ફરવા આવ્યા હતા. તેઓ દરિયામાં નહાવા પડ્યા હતા અને પાણી સાથે મસ્તી કરતાં થોડા દુર પહોંચી ગયા હતા અને દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જોત જોતમાં એક પછી એક બધા મિત્રો તણાવા લાગ્યા હતા. જોકે ત્યાં હાજર લોકોએ એક યુવાનને બચાવી લીધો હતો પણ બાકીના ડુબી ગયા હતા. સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાં ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી જેમાં એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો પણ મોડી રાત સુધી બાકીના ત્રણમાંથી કોઈની ભાળ મળી નહોતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બીજી બાજુ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં કરજણ નદીમાં ભરાતા પાણીમાં બોટિંગ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માંડણ ગામે ફરવા આવતા હોય છે. આવો જ એક પરિવાર ભરૂચ જિલ્લામાંથી અહીં ફરવા આવ્યો હતો. અહીં લોકો હોડકામાં બેસીને પાણીમાં સહેલ કરવાની મજા માળતા હોય છે. આ પરિવાર પણ એક હોડકું લઈને જાતે જ પાણીમાં સહેલ કરવા ગયા હતા. આ સમયે કોઇ કારણસર હોડકું ઊંધું વળી ગયું હતું જેથી તેમાં બેસેલાં પાચેય લોકો પાણીમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને પગલે કિનારા પર રહેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તેઓએ તરત જ તંત્રને જાણ કરતાં રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે અન્ય લોકોના મૃતદેહ મોડી રાત સુધી મળ્યા નહોતા. હવે તેની શોધખોળ સવારે શરૂ કરાશે. મહિલાના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ પરિવારની ઓળખ થઈ શકી નથી પણ પરિવાર ભરૂચ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">