Surat: ઉનાળો શરુ થતા જ ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા

હાલમાં કરમલા ગામ પાસેની નહેરમાં ઓછું પાણી હોવાને કારણે ખેડૂતોએ મોઘું ડીઝલ વાપરી મશીનો દ્વારા સિંચાઇ કરવાનો વારો આવ્યો છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પૂરતું પાણી આપવામાં આવશે નહીં, તો કાંઠા વિસ્તારનાં ગામડાઓના ખેડૂતોના ડાંગળના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે.

Surat: ઉનાળો શરુ થતા જ ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા
Farmers Faces Irrigation Water Problem in Olpad area
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 04, 2022 | 1:36 PM

સુરત (Surat)માં પણ ઉનાળાની (Summer) શરુઆત સાથે જ પાણીની સમસ્યા (Water crisis) ઊભી થવા લાગી છે. સુરત ઓલપાડના કરમલા ગામની નહેરમાં પાણી ઓછું આવવાના કારણે 400 હેક્ટર જમીનમાં વાવેતર કરેલી શેરડી અને ઉનાળુ ડાંગર પાકને નુકસાન થવાની ભીતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. થોડા દિવસ માટે વીજળીને લઈ જે સમસ્યા સર્જાઈ હતી, હજુ તો તે માંડ હલ થઈ હતી ત્યાં હવે ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ત્યારે હવે ખેડૂતોની મહેનત પાણીની સમસ્યાના કારણે માથે પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામ અને આજુબાજુના ગામોમાં હાલ ડાંગર અને શેરડીના પાકનું વાવેતર કરાયું છે. હાલમાં દક્ષિણ ગુજરાતનો મોટો ડેમ એટલે કે ઉકાઈ ડેમમાં પુરતુ પાણી હોવા છતાં નહેરોમાં ઓછું પાણી છોડવામાં આવે છે. જેના કારણે અહીં શેરડી, ડાંગરનો પાક સુકાઈ જવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો છે. જોકે હાલ આ ખેડૂતોને કરમલા એ- 1 માઇનોર અને એ-2 માઈનોરમાંથી પાણી આપવામાં આવે છે. જો કે તે શેરડી સહિતના પાક માટે પુરતુ થતુ નથી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયકે પાકને નુક્સાન થવાની શક્યતા દર્શાવી જણાવ્યું હતું કે, ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. જેથી હાલમાં કરમાલા અને આજુબાજુના ગામોમાં 400 હેક્ટર વાવેતર શેરડી અને ઉનાળુ ડાંગર ના પાકને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂત આગેવાન દર્શન નાયકે જ્યારે વીજળીની સામસ્યા ગુજરાતમાં સર્જાઇ હતી ત્યારે પણ ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી હતી. તથા ખેડૂતોની વેદના સાંભળી હતી. હવે દર્શન નાયકે ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નને લઇને પણ સિંચાઇ વિભાગમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવાની ખાતરી આપી

હાલમાં કરમલા ગામ પાસેની નહેરમાં ઓછું પાણી હોવાને કારણે ખેડૂતોએ મોઘું ડીઝલ વાપરી મશીનો દ્વારા સિંચાઇ કરવાનો વારો આવ્યો છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પૂરતું પાણી આપવામાં આવશે નહીં, તો કાંઠા વિસ્તારનાં ગામડાઓના ખેડૂતોના ડાંગળના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે. ખેડૂતોને આ વર્ષે ઉત્પાદન ઓછુ થવાની ભીતિ સતાવી રહી છે. નવાઇની વાત તો એ છે કે સુરતના ઓલપાડના જ ધારાસભ્ય જે કૃષિ પ્રધાનનું પદ સંભાળે છે. આમ છતા ગામમાં જ અંધારા જેવી સ્થિતિ છે. તેમના જ વિસ્તારના ખેડૂતો સમય સર પાણી છોડવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-

Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે

આ પણ વાંચો-

નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

આ સ્ટોરીમાં છેલ્લે વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

g clip-path="url(#clip0_868_265)">