AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્જરિત હોસ્ટેલમાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય, જાણો વીર નર્મદ યુનિવર્સીટીની હોસ્ટેલની હાલત

નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અને અગવડતા પડે છે તે સંદર્ભે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ સાંભળનાર નથી.

જર્જરિત હોસ્ટેલમાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય, જાણો વીર નર્મદ યુનિવર્સીટીની હોસ્ટેલની હાલત
બોયઝ હોસ્ટેલની હાલત
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:26 PM
Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલ જર્જરિત બિલ્ડિંગમાં છતની પ્લાસ્ટરનો પોપડો ખરી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ વિદ્યાર્થીને ઇજા પહોંચી ન હતી. જોકે એબીવીપી દ્વારા હોસ્ટેલ ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે કુલપતિને રજૂઆત પણ કરવામાં આવી છે.

નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ અને અગવડતા પડે છે તે સંદર્ભે એબીવીપીના અધ્યક્ષ તેમજ વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે હોસ્ટેલમાં શૌચાલય બાથરૂમ અને છાત્રાલયની યોગ્ય સાફ-સફાઈ, ટેબલ-ખુરશી, કબાટનું અપગ્રેડેશન, વિદ્યાર્થીઓ માટે નવા હોસ્ટેલ, Wifi router મુકવા, વાંચન અભ્યાસ માટે લાયબ્રેરી, ઈતર પ્રવૃત્તિ માટે ટેબલટેનિસ, કેરમ વગેરેની સુવિધા, વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે સંબંધિત પ્રશ્નો ઉકેલવા, નવી આરઓ સિસ્ટમ લગાવવા તેમજ જૂની બિલ્ડિંગમાં રીપેર કરાવવા, ગર્લ્સ હોસ્ટેલ પાસે સિક્યુરિટી વધારવી તેમજ ગર્લ્સ હોસ્ટેલની આજુબાજુ પૂરતી લાઇટની વ્યવસ્થા હોવી જોઇએ તેવી માગણી કરાઇ હતી.

જોકે હજી સુધી એકપણ માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. હોસ્ટેલની બિલ્ડીંગમાં ઘણી જગ્યાએ પોપડા ગમે ત્યારે ખરી પડે તેવી સ્થિતિમાં છે. જે માટે પહેલા પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્યાં રહે છે એ હોસ્ટેલમાં જો આવા હાલ હોય તો ગમે ત્યારે વિદ્યાર્થીઓના જીવને જોખમ પણ રહેલું છે.

સદનસીબે છતના પોપડા પડવાની ઘટનામાં કોઈપણ વિદ્યાર્થીને ઇજા પહોંચી નથી. પરંતુ ભવિષ્યમાં આ ઘટના ન બને તેની જવાબદારી યુનિવર્સીટી તંત્રની છે. આ ઉપરાંત અન્ય પ્રશ્નો પણ એવા છે જેના પર યુનિવર્સીટી સંચાલકોએ ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે આટલા બધા પ્રશ્નોનું હજુ નિરાકરણ નાં આવી રહ્યું હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે. અને કેવી રીતે પોતાની જરૂરીયાત પૂરી કરતા હશે ટે વિચારવું રહ્યું.

આ પણ વાંચો: ન્યુમોનિયા થયા બાદ Naseeruddin Shahને હોસ્પિટલમાં કર્યા દાખલ, જાણો હવે કેવી છે અભિનેતાની હાલત

આ પણ વાંચો: શું ખરેખર અર્ચના પુરન સિંહે છોડી દીધો ‘The Kapil Sharma Show’? અભિનેત્રીએ આપ્યો જવાબ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">