SURAT : યુકેમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લઈ આવનાર વેસુનો વિદ્યાર્થી અને કેનેડાથી પરત ફરેલ વ્યક્તિ પોઝીટીવ

SURAT CORONA UPDATE : યુકેથી પરત ફરેલા આ યુવકે ત્યાં ફાઈઝર વેક્સિનના બન્ને ડોઝ લેવાની સાથે - સાથે બુસ્ટર ડોઝ પણ લીધો હતો અને તેમ છતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે.

SURAT : યુકેમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લઈ આવનાર વેસુનો વિદ્યાર્થી અને કેનેડાથી પરત ફરેલ વ્યક્તિ પોઝીટીવ
SURAT CORONA UPDATE
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:00 PM

SURAT : સહિત સુરત શહેરમાં આજે વધુ 18 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જેમાં યુકેથી ફાઈઝર વેક્સીનનો બુસ્ટર ડોઝ લઈને પરત ફરેલા વિદ્યાર્થી અને કેનેડામાં નોકરી કરતા આઘેડનો સમાવેશ થાય છે. વિદેશથી આવેલા બન્ને નાગરિકોના રિપોર્ટ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે.

યુકેથી આવેલો યુવાન કોરોના સંક્રમિત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 20 ડિસેમ્બરે યુ.કે.થી અમદાવાદ ખાતે આવેલ 21 વર્ષીય વિદ્યાર્થીનો જે તે સમયે આરટી પીસીઆર રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ પાર્લે પોઈન્ટ ખાતે આ વિદ્યાર્થીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ 22 ડિસેમ્બરે તેને ખાંસીની તકલીફ થતાં તેનો વધુ એક વખત RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

આ યુવાને ફાઈઝર વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા યુકેથી પરત ફરેલા આ યુવકે ત્યાં ફાઈઝર વેક્સિનના બન્ને ડોઝ લેવાની સાથે – સાથે બુસ્ટર ડોઝ પણ લીધો હતો અને તેમ છતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આ યુવકના પરિવારજનો સહિત કુલ 21 નાગરિકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જે હાલ પેન્ડીંગ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કેનેડાથી પરત ફરેલ આઘેડ કોલકાતા પણ જઈ આવ્યો હતો આ સિવાય કેનેડા ખાતે નોકરી કરતાં અને ગત 14 ડિસેમ્બરે દિલ્હી પહોંચેલા 51 વર્ષીય આઘેડમાં પણ કોવિડ-19ના લક્ષણો પૈકી માથાનો દુઃખાવો અને કમજોરી જોવા મળતાં તેઓનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે હાલ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તેમના પરિવારમાં રહેતા સભ્યો સહિત 23 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મનપાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કેનેડા ખાતે નોકરી કરતા અને ગત 15 ડિસેમ્બરે એર કેનેડાની ફ્લાઈટથી નવી દિલ્હી ખાતે ઉતર્યા બાદ આ યુવકનો RTPCR જે તે સમયે નેગેટીવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી કોલકાતા ખાતે પોતાના સાસરે ગયા હતા અને 21 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા સુરત પોતાના ઘરે વેસુ ખાતે આવ્યા હતા. હાલ તેઓ પોતાની માતા, પત્ની – ભાઈ અને ભાભી સહિત સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.

વધુ ચાર વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ સુરત શહેરમાં દાંડી રોડ ખાતે આવેલ ફાઉન્ટેન હેડ શાળાના બે વિદ્યાર્થી અને પીપી સવાણી ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતાં વધુ બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સિવાય ફાઉન્ડ હેડ શાળામાં જ અભ્યાસ કરાવતાં એક શિક્ષિકાનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મનપા દ્વારા હાલ બન્ને શાળાઓને તકેદારીના ભાગરૂપે સાત દિવસ સુધી બંધ કરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">