કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા

|

Sep 26, 2020 | 2:19 PM

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના […]

કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા

Follow us on

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). કાકડી :
બ્લિચિંગ ગુણોને કારણે કાકડી ઘૂંટણ અને કોણીની કાળાશ દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન છે. તે ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરે છે અને તેમાં નરમાશ પણ લાવે છે. કોણી અને ઘૂંટણ પર કાકડીની મોટી સ્લાઈસને ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી સામાન્ય પાણીથી ધોઈ કાઢો. કાકડી અને લીંબુના રસને સરખી માત્રામાં મિક્ષ કરીને પણ લગાવી શકાય છે.

2). લીંબુ અને બેકિંગ સોડા :
લીંબુનો ઉપયોગ ત્વચાના રંગને હલકો કરવા માટે થાય છે. બેકિંગ સોડા કાળી પડી ગયેલી ત્વચાને પહેલા જેવી કરવામાં ક્લિન્સિંગનું કામ કરે છે. કાપેલા લીંબુ પર એક ચમચી બેકિંગ સોડા નાંખો. અને તેને કોણી અને ઘૂંટણ પર 1 મિનિટ સુધી ઘસો. 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ નાંખો.

3). એલોવેરા અને દૂધ :
દૂધ અને એલોવેરા જેલને બરાબર માત્રામાં મિક્ષ કરીને આખી રાત લગાવો અને સવારે ધોઈ નાંખો. તેનાથી ત્વચા સોફ્ટ બનશે અને સ્કિનનો કલર પણ ચેન્જ થશે.

4). બટાકા :
બટાકાને ક્રશ કરીને તેનો રસ કાઢો અને કાળા ભાગ પર લગાવો, 15 મિનિટ માટે લગાવો. પછી તેને પાણીથી ધોઈ નાંખો. તે કાળા પેચિશ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ તમે રોજ પણ કરી શકો છો.

5).હળદર :
દૂધમાં હળદર નાંખીને તેની મસાજ કરી શકો છો. આ મિશ્રણ કાળાશ દૂર કરીને ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે.

6). નારિયેળ તેલ :
ન્હાવા પછી નારિયેલ તેલ કોણી અને ઘૂંટણ પર લગાવો, તેને હળવેથી માલિશ કરો. નારિયેળ તેલમાં તમે અડઘી ચમચી લીંબુ નો રસ પણ મિક્સ કરી શકો છો. તેમાં ફેટી એસિડ અને વિટામિન ઈ આવેલું છે જે ફાયદાકારક રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:18 pm, Sat, 26 September 20

Next Article