Surat : કુદરતનો ન્યાય ! ચોરી કરવા જતા ‘મોત’ મળ્યુ, રીઢો ચોર ભાગવા જતા ત્રીજા માળેથી પટકાયો, ઘટનાસ્થળે જ મોત

|

Aug 09, 2022 | 7:24 AM

આ ચોર 11 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. હાલ તો પોલીસે (Surat police) અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Surat : કુદરતનો ન્યાય ! ચોરી કરવા જતા મોત મળ્યુ, રીઢો ચોર ભાગવા જતા ત્રીજા માળેથી પટકાયો, ઘટનાસ્થળે જ મોત
Thief died in surat

Follow us on

સુરતના (Surat) કાપોદ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરી કરવા ગયેલો રીઢો ચોર (Thief) ભાગવા જતા ત્રીજા માળેથી પટકાતા તેનું મોત નીપજ્યું હતું, છેલ્લે માર્ચ-2022માં અમરોલીમાં હીરા વેપારીને (Diamond vendor)  ત્યાંથી આ ચોરે 17 લાખના હીરા ભરેલી બેગની ચોરી કરી હતી, સાથે જ મૃતક ચોર 11 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. હાલ તો પોલીસે (Surat police) અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

11 ચોરીમાં સંડોવાયેલો હતો મૃતક ચોર

માહિતી મુજબ કાપોદ્રામાં મમતાપાર્ક સોસાયટીમાં (Mamta park soceity) રવિવારે રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. રાત્રીના સમયે ચોરી કરવા આવેલો ચોર દિવાલ કુદીને ઉપર ટેરેસ ઉપર ચઢ્યો હતો, ત્યાંથી તે બંગલામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને સીધો જ નીચે પટકાયો હતો. જેને કારણે યુવકને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મૃતક ઉત્રાણ વિસ્તારમાં રહેતો અંદાજીત 30 વર્ષિય અજય ઉર્ફે બોડો રામુભાઇ વસાવા નીકળ્યો હતો.પોલીસને અજયના ખીસ્સામાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જેના આધારે અજયના ઘરવાળાનો સંપર્ક કરીને તેને સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) બોલાવાયા હતા, ત્યાં જ અજય 11 ચોરીમાં સંડોવાયેલો રીઢો ચોર હોવાનું બહાર આવ્યું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાયો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે અજય જે બંગલામાં ચોરી કરવા માટે ગયો હતો તે કોર્નરનો બંગલો હતો, જ્યાંથી આસાનાથી પાછળના ભાગે દિવાલ કુદીને બંગલામાં પ્રવેશ કરી શકાય છે. અજયનો ભૂતકાળમાં પણ દિવાલ ઉપર ચઢી તેમજ પાઇપો પકડીને બંગલાઓમાં ઘુસીને ચોરી કરી હોવાનો ઇતિહાસ છે, ત્યારે હાલની આ ઘટનામાં પણ અજય પાછળના ભાગેથી ઉપર ચઢ્યો હતો, ટેરેસ ઉપરથી પાઇપ પકડીને નીચે બેડરૂમ કે હોલમાં આવવાનો પ્રયાસ કર્યો હશે અને તે સમયે જ તેનું બેલેન્સ નહીં રહેતા તે નીચે પટકાયો હતો.

Next Article