ચોથી લહેરના નિર્દેશ ? સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, એક જ દિવસમાં 20 કેસ આવ્યા સામે

|

Jun 17, 2022 | 9:21 AM

પુખ્ત વયના લોકોને વેક્સિનના(Vaccine ) પહેલા ડોઝ , બીજા ડોઝ અને હવે ખાસ કરીને બુસ્ટર ડોઝ માટે આગ્રહ કરી રહ્યા છે. સાથે સાથે શાળાઓમાં પણ કોરોના ન વકરે તે માટે રેન્ડમલી શાળાઓની વિઝીટ લઈને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. 

ચોથી લહેરના નિર્દેશ ? સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, એક જ દિવસમાં 20 કેસ આવ્યા સામે
Corona cases in Surat (File Image )

Follow us on

સુરતમાં કોરોનાનું(Corona ) કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું હોય તેમ એક જ દિવસમાં કોરોનાના નવા 20 કેસ (Cases ) નોંધાયા છે. થોડા દિવસો પહેલા  શૂન્ય(Zero ) કેસ પછી ફરી કેસ નોંધાવાના શરૂ થયા હતા. તેમાં મોટા ભાગમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળતી હતી. અગાઉ તા.19મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં 21 કેસ નોંધાયા હતા તે પછી હવે જૂન મહિનામાં કોરોનાના એક સાથે 20 કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી છે.

સુરતમાં વેકેશનનો પિરીયડ પુરો થવાની સાથે જ સુરત શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ધીરેધીરે વધી જ રહી છે. એક સમયે સુરત શહેરમાં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા હતા. ગુરૂવારે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા 20 પર પહોંચી હતી. અગાઉ ગત તા.19મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં કોરોનાનો 21 કેસ નોંધાયા હતા. તે જ પ્રમાણે  સુરત જિલ્લામાં પણ એક જ દિવસમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે.

સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં પણ કોરોના ધીરેધીરે માઝા મુકી રહ્યો છે. જિલ્લામાં ગુરૂવારે એક જ દિવસમાં 6 કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ ફરી એક વાર સતર્ક થઇ ગયું છે. સુરતમાં કો૨ોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે કોરોનાની ચોથી લહેર શરૂ થવાના નિર્દેશ આપી રહ્યા છે. સુરતમાં કોરોનાનો કેસ સાડા ત્રણ માસ બાદ ફરી સરખા થયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જે કેસ નોંધાયા તેમાં વરાછા-એ ઝોનમાં એકસાથે પતિપત્ની બંનેને કોરોના દેખાયો છે. જ્યારે વેસુમાં 13 વર્ષની કિશોરીમાં કોરોના દેખાયો હતો. કોરોનાના હાલમાં એક્ટિવ સુરતમાં કેસની સંખ્યા વધીને 80 પર પહોંચી જવા પામી છે. તેમાં 2 દર્દીને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આજે 9 દર્દી સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીનું માનીએ તો વેકેશનનો પિરિયડ પૂર્ણ થતા લોકો હવે માસ્ક પહેરતા તેમજ તમામ પ્રકારની ગાઈડલાઇનનું પાલન કરતા પણ ઓછા દેખાઈ રહ્યા છે. આ કારણ હોય શકે છે કે કેસો વધી રહ્યા છે. જોકે હાલ અમે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર વધુ ભાર આપી રહ્યા છે. સાથે જ વેક્સિનેશન પર પણ વધુ ફોકસ કરી રહ્યા છે.

પુખ્ત વયના લોકોને વેક્સિનના પહેલા ડોઝ , બીજા ડોઝ અને હવે ખાસ કરીને બુસ્ટર ડોઝ માટે આગ્રહ કરી રહ્યા છે. સાથે સાથે શાળાઓમાં પણ કોરોના ન વકરે તે માટે રેન્ડમલી શાળાઓની વિઝીટ લઈને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

Next Article